________________
જૈન સમાજ: હિંદુ સમાજ
[ ૧૧૧ નથી અને ખોટી વાત અને રીતે તે, એમને ગુરુ માન્યા હેવાથી, જીવનમાં આવ્યે જ જાય છે. આ વસ્તુસ્થિતિ તમે જૈન પંથના જે જે કટ્ટર જૈનમાં જે તેમાં તેમાં મળી રહેશે. એટલે જૈન ધર્મ વૈદિક ધર્મથી–બ્રાહ્મણધર્મથી સાવ જુદો છે એમ ખુશીથી કહે, લખે; કારણ કે, એ વસ્તુ તો એના બંધારણમાં છે, કાઠામાં જ છે; પણ હિંદુ ધર્મ શબ્દને અજ્ઞાની લેકે માત્ર વૈદિક ધર્મ એ અર્થ કરે છે તેને વધાવી લઈ, તેના અજ્ઞાનને બેજ માથે લઈ, અજ્ઞાની સાથે અજ્ઞાની ન બને, એટલું જ મારું કહેવું છે. હું તે બ્રાહ્મણોના અલ્પ એવા પણ સદંશને પ્રથમ ભાન આપી પછી તેના હજાર દોષોની સામે થવાનું કહું છું. અને દેષો જ વધારે હોય છે તેમ આપણા પિતાના અસદ્ અંશેને પ્રથમ દૂર કરી પછી જ બીજા સામે ધર્મના સદશો રજૂ કરવાની વાત કહું છું. જે ધર્મ કે જે વ્યક્તિ પહેલાં પિતાના દોષ જેશે અને નિવારશે તે જ બીજા સામે સાચે દાવે રજૂ કરી શકશે અને તેમાં ફાવશે. મહાવીર આદિએ એ જ કરેલું. આપણે ભૂલ્યા એટલે તેજ ગુમાવ્યું. આ બધી ચર્ચાને ભારે ઉદ્દેશ એક જ છે કે આપણે પોતે આંતર-બાહ્ય તેજથી પુષ્ટ થવું અને બીજાને અનુકરણ કરવાની ફરજ પડે એટલું બળ કેળવવું. આ વિના કેવળ ધર્મની જુદાઈ માનવામનાવવાથી તમારું મુખ્ય પ્રયોજન નહિ સરે. ધર્મના મુખ્ય ધુરંધરે–ત્યાગીઓ અને પંડિત, ધનવાન અને અમલદારે –ક્યા એવા છે કે જે વિદ્યા અને વ્યવહારમાં બ્રાહ્મણોની પગચંપી ન કરતા હોય ? બ્રાહ્મણોએ અમુક વર્ગને અસ્પૃશ્ય માન્યા એટલે જેનેએ પણ એ માન્યું.
બીજી રીતે જુઓ. જૂના વખતમાં બ્રાહ્મણે પિતાને આર્ય કહેતા, પિતાના ધર્મને આર્યધર્મ અને દેશને આર્યાવર્ત કહેતા. જૈનાએ અને બૌદ્ધોએ પિતાના ધર્મને આર્ય કેમ કહ્યો? પિતાના આચાર્યોને અર્જા કેમ કહ્યા ? પિતાના ધર્મને સાડી પચીસ આર્યદેશમાં સીમિત કેમ રાખે ? આ તો બીજા શબ્દમાં વૈદિક ધર્મને પિતાને કરવા બરાબર થયું. જે ધર્મ મલેચ્છોને આર્ય કરવા નીકળેલો તેણે
પ્લે અને પિતા વચ્ચે એવું અંતર ઊભું કર્યું કે કદી આ જન્મમાં મ્લેચ્છોને તે અપનાવી શકે નહિ ! જે જૈનધર્મ આવો જ રહેવાનું હોય અને તેને જ સમર્થન કરવાનું હોય તો ખુશીથી વૈદિક ધર્મથી પિતાને જુદો મનાવીને પણ તે એમ કરી શકે.
આ બધું કહ્યા પછી પણ હું એક વાત તો કહું જ છું કે હિંદુ મહાસભા કે બીજી તેવી ઘણી સંસ્થાઓ જે હિંદુ શબ્દને નામે બને તેટલા વધારે લેકને પિતાના વાડામાં લઈ તેમને સાથ મેળવી કાંઈ પણ કરવા માગે તેમાં હું કઈ પણ જનને સભ્ય થવા સુધ્ધાંની સલાહ નથી આપતા. ફાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org