________________
હિન્દી સંસ્કૃતિ અને અહિંસા
[ ૬૭ પડવા છતાં બ્રાહ્મણવર્ગમાં પણ શ્રમણો જેટલી જ, કે કદાચ તેથી વધારે, પરિગ્રહ, ખુશામત, પરાશ્રય અને પારસ્પરિક ઈષ્યની સૂક્ષ્મ હિંસા હતી જ. શ્રમણો પણ એ બાબતમાં પડેલા, એટલે કેઈ અહિંસાના તત્વને બરાબર વિચારી તે દ્વારા રાષ્ટ્ર અને જાતિનું ઉત્થાન કરે એ મહાપુરુષ લાંબા વખત સુધી આ દેશમાં ન પાક્યો. પશ્ચિમની પ્રથમથી જ જડપૂજક અને હિંસાપ્રિય સંસ્કૃતિમાં અહિંસા તત્વને અપનાવી તે દ્વારા મનુષ્યજાતિને વ્યાપક ઉત્કર્ષ સાધવા સમર્થ હોય એવો પુરુષ પાકવાને સંભવ જ બહુ ઓછો. તેટલામાં છેવટે મહાત્મા ગાંધીજી હિન્દુસ્તાનની ખરી રીતે વિશ્વની, રંગભૂમિ ઉપર અહિંસાનું તત્વ લઈ આવે છે, અને એ તત્ત્વના સૂક્ષ્મ તેમ જ સ્થળ બને અર્થને વ્યાપક રીતે ઉપયોગ કરી તે દ્વારા માત્ર હિન્દુસ્તાનનું જ નહિ, પણ વસ્તુતઃ સમગ્ર વિશ્વનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા અને સમગ્ર માનવજાતિના પારસ્પરિક સંબંધોને મધુર તેમ જ સુખદ બનાવવા જગતે કદાપિ નહિ જોયેલ એ અખતરે તેમણે શરૂ કર્યો છે. લેખકની અહિંસાતવ પ્રત્યે પુષ્ટ શ્રદ્ધા હોવાથી તે ગાંધીજીના અહિંસાપ્રધાન પ્રયોગને સત્કારે અને વધાવી લે છે; પણ સાથે સાથે લેખક એમ માને છે કે આ અહિંસાતત્વ સાથે પ્રજ્ઞાનું તત્વ મળવું જોઈએ, જે તત્ત્વની કાંઈક ખોટ તે ગાંધીજીમાં જુએ છે ને જે તત્ત્વનું વિશિષ્ટ અસ્તિત્વ તે સામ્યવાદના પુરસ્કર્તાઓમાં– ખાસ કરી કાર્લ માર્ક્સ જેવામાં–જુએ છે. સામ્યવાદીઓની પ્રજ્ઞા અને ગાંધીજીની અહિંસા એ બન્નેના મિશ્રણથી જગતના ઉદ્ધારની પૂરી આશા સાથે લેખક પુસ્તક સમાપ્ત કરે છે. ટૂંકમાં, મારી સમજ મુજબ, સમગ્ર પુસ્તકનું પ્રતિપાદ્ય વસ્તુ આટલું જ છે.
અંગત પરિચયથી કેશાબીજની ચાર શક્તિઓની મારા ઉપર ઊંડી છાપ છે, જેને આ પુસ્તકનો કોઈ પણ વાચક પદે પદે અને પ્રસંગે પ્રસંગે જોઈ શકશે. અભ્યાસ, અવકન, કલ્પના–સામર્થ્ય અને નીડરપણું–એ ચાર શક્તિઓ મુખ્ય છે. એમનો મુખ્ય અને તલસ્પર્શી અભ્યાસ બૌદ્ધ પિટકે કે પાલિ વાડ્મયને છે, જેની દઢ પ્રતીતિ કોઈ પણ વિષયની ચર્ચા વખતે
જ્યારે તેઓ પાલિ વાલ્મમાંથી મને રંજક અને મહત્ત્વના ઉતારા છૂટથી આપે છે ને તેના અર્થ સમજાવે છે ત્યારે થઈ જાય છે. એમનું અવલોકન માત્ર ધર્મસાહિત્ય પૂરતું નથી. એમણે દુનિયામાં જાણીતા લગભગ તમામ ધર્મસંપ્રદા વિશે કાંઈ ને કાંઈ વાંચેલું છે જ. તે ઉપરાંત જદી જુદી મનુષ્ય જાતિઓ, જુદા જુદા દેશના રીતરિવાજો, રાજ્યસંસ્થાને, “સામાજિક બંધારણો, તેમની ચડતી પડતીના પ્રસંગે આદિ અનેક વિષયો વિશેનું તેમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org