SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ] દર્શન અને ચિંતન રહેવાનું પણ પસંદ નથી કરતા. તેને જાતિ, સંપ્રદાય કે ક્રિયાકાંડના ચેાકા બાંધી રાખી નથી શકતા. તે એ ચેાકાઓમાં પણ રહે અને અહાર પણ વિચરે. તેની નેમ માત્ર એટલી જ રહે છે કે ધર્મનું નામ મળે કે ન મળેા, પણ કાંઈક અગત્યનું સહિતકારી કલ્યાણકાય આચરવું જ જોઈ એ. જોકે આ ત્રીજો વર્ગ છેક જ નાનેા છે, પણ તેની વિચારભૂમિકા અને તેનું કાર્ય ક્ષેત્ર બહુ વિશાળ છે. એમાં માત્ર ભાવિની જ આશાએ નથી સમાતી, પણ એમાં ભૂતકાળના શુભ વારસા અને વર્તમાન કાળનાં કીમતી તેમ જ પ્રેરણાદાયી અનેા સુધ્ધાંને સમાવેશ થઈ જાય છે. એમાં ઘેાડી, પણ આચરી શકાય એટલી જ, અહિંસાની વાતા આવશે; જીવનમાં ઉતારી શકાય અને ઉતારવા જોઈએ એવા જ અનેકાન્તને! આગ્રહ રહેશે. જેમ બીજા દેશના અને ભારતવર્ષના અનેક સંપ્રદાયાએ ઉપર વર્ણવેલ એક ત્રીજા વર્ગને જન્મ આપ્યા છે, તેમ જૈન પરપરાએ પણ ત્રીજા વર્ષાંતે જન્મ આપ્યા છે. સમુદ્રમાંથી વાળાં બંધાઈ છેવટે નદી રૂપે અની અનેક જાતની લાકસેવા સાધતાં જેમ અંતે સમુદ્રમાં જ લય પામે છે, તેમ મહાસભાના આંગણામાંથી ભાવના મેળવી તૈયાર થયેલ અને તૈયાર થતા આ ત્રીજા પ્રકારને જૈન વ પણ લેાકસેવા દ્વારા છેવટે મહાસભામાં જ વિશ્રાંતિ લેવાને. આપણે જોયુ કે છેવટે તો વહેલા કે મેાડા બધા સંપ્રદાયાને પોતપોતાના ચાકામાં રહીને · અગર ચેાકા અહાર નીકળીને વાસ્તવિક ઉદારતા સાથે મહાસભામાં મળ્યે જ છૂટકા છે. મહાસભા એ રાજકીય સંસ્થા હોઈ ધાર્મિક નથી. સર્વેના શત્રુમેળા હાઈ તે આપણી નથી, પારકી છે—એવી ભાવના, કે એવી વૃત્તિ હવે જવા લાગી છે. લેાકેાતે સમજાતું જાય છે કે એવી ભાવના એ માત્ર ભ્રમણા હતી. પશુસણના દિવસેામાં આપણે મળીએ અને આપણી ભ્રમણાઓ દૂર કરીએ તેા જ જ્ઞાન અને ધર્મપર્વ ઊજવ્યું ગણાય. તમે બધા નિર્ભય બની પોતાની સ્વતંત્ર દૃષ્ટિએ વિચાર કરતા થાએ એ જ મારી વાંછા છે. અને તે વખતે તમે ગમે તે મત ખાંધ્યા હશે, ગમે તે માર્ગે જતા હશેા, છતાંય હું ખાતરીથી માનું છું કે તે વખતે તમને રાષ્ટ્રીય મહાસભામાં જ દરેક સંપ્રદાયની જીવનરક્ષા જણાશે, તેની બહાર કદી નહિ. --પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, ૧૯૩૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy