________________
પંડિત સુખલાલજી કુતી માતાના મુખમાં મૂકેલું એ વાક્ય આજે પણ એમને એટલું જ પ્રિય છે.
બળિયાના આ ઉપદ્રવમાંથી બચીને સુખલાલ સાચે જ ન અવતાર પામ્યાઃ બાહોશ વેપારી થવા સર્જાયેલ સુખલાલ વિદ્યા-ઉપાસના માર્ગે વળ્યા,
અને જન્મ વૈશ્ય હતા તે કમે બ્રાહ્મણ (સરસ્વતીપુત્ર) બનવા લાગ્યા. પણ, ૧૬ વર્ષની પલટાતી વયે, જિત્વને આ સંસ્કાર કેવી ભયંકર રીતે થે હતો
વિદ્યા-ઉપાસનાને માગે અંતર્મુખ થયેલું મન આત્મા તરફ વળ્યું અને સુખલાલ વિદ્યા-ઉપાસનાને માર્ગે વળ્યા. પોતાની જિજ્ઞાસાને સંતોષવા તેઓ સાધુ-સાધ્વીઓ અને સતિફકીરેને સત્સંગ કરવા લાગ્યા. આ સત્સંગનું પરિણામ બે રીતે લાભકારક આવ્યું. એક બાજુ ધર્મશાસ્ત્રોના અભ્યાસથી પ્રજ્ઞામાં વૃદ્ધિ થતી જતી હતી; બીજી બાજુ વ્રતો, નિયમ અને તપને માર્ગે વન શીલસંપન્ન બનતું જતું હતું
વિ. સં. ૧૯૫૩થી ૧૯૬૦ સુધીને છ-સાત વર્ષને આ સમય સુખલાલના જીવનમાં સક્રાંતિને સમય બની ગયો. એ સમય દરમ્યાન એકવાર એક મુનિરાજના સંગથી મન અવધાનના પ્રયોગો શીખવા તરફ વળ્યું. એકીસાથે પચીસ, પચાસ કે સો વાત યાદ રાખીને બધાના કડીબદ્ધ જવાબ આપવા એ કેવું અદ્દભુત ગણાય ! પણ થોડા વખતમાં જ સુખલાલને લાગ્યું કે આ પ્રયોગ ન કેવળ વિદ્યપાનમાં બાધક છે, પણ એથી તે બુદ્ધિમાં વંધ્યત્વ અને જિજ્ઞાસામાં શિથિલતા આવે છે, અને તરત જ એમણે મનને શાસ્ત્ર અભ્યાસમાં પરોવી દીધું. આજે પણ કોઈ અવધાન શીખવાની વાત કરે છે તે પંડિતજી સ્પષ્ટ કહે છે કે બુદ્ધિને વંધ્ય અને જિજ્ઞાસાને કુંઠિત બનાવી દેવી હોય તે એ માર્ગે જજો.
આ જ રીતે એક વાર સુખલાલનું મન મંત્રતંત્ર તરફ ગયું. નવરાશ તો ઘણી જ હતી, અને નવા નવા બૌદ્ધિક પ્રયોગ કરવાની હિંમત પણ હવે આવી ગઈ હતી. એમને થયું જેથી સર્પનું ઝેર ઊતરી જાય કે ઈષ્ટની સિદ્ધિ થાય એવા પ્રયોગો સિદ્ધ કરીએ તે શું ખોટું? પણ થડા અનુભવે જ એમને સમજાઈ ગયું કે એમાં સત્યાંશ જે કાંઈ હો તે હે, પણ મેટે ભાગે તો એ બધું બગ જ છે; અને એથી કેવળ અજ્ઞાન, અંધશ્રદ્ધા અને વહેમનું જ પિષણ થાય છે. ખ મંત્ર તે અખંડ બ્રહ્મચર્ય છે. અને તરત જ તેઓ જ્ઞાનના માર્ગે લાગી ગયા.
વિ. સં ૧૯૬૦ સુધીમાં લીમલી જેવા ગામમાં જે કંઈ જ્ઞાનોપાર્જન થઈ શકે એટલું થઈ ગયું. અર્ધમાગધી ભાષાના આગમ તેમ જ બીજા ગ્રંથ
[૧૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org