________________
પ૩૦ ]
દર્શન અને ચિંતન લીધે ગમે તેવાં કજોડાં કરી દેવામાં આવે છે, જેને પરિણામે સમાજમાં બીજા અનેક સડાઓ પેસે છે. આવાં અનેક બાધક કારણોને લીધે સ્વદારસંતિષીને સારુ એ પ્રવૃત્તિ વર્ય માનવામાં આવી છે.
સાગારધર્મામૃતને કર્તા પંડિત આશાધર (તેરમો સકે) અહીં એક અગત્યની વાતનો સ્ફોટ આ પ્રમાણે કરે છે. તે કહે છે કે પોતાના સમાનધર્મને સારી કન્યા આપવી એ એના ત્રણે વર્ગોને સુધારી આપવા જેવું મહાપુણ્યનું કામ છે, કારણ કે ખરું ઘર તે સ્ત્રી જ છે, પણ ભીંત કે છાપરું વગેરે૧૭ નથી (પૃ. ૨૪).
પંડિત આશાધર પરવિવાહ કરણને અતિચાર રૂપે બતાવે છે અને એની વ્યાખ્યા પણ જેવી આગળ કહી છે તેવી કરે છે. આમ છતાં એ સાધમને સત્કન્યા આપવાની પ્રવૃત્તિને પુણ્યકેટીની ગણે છે. એનું કારણ એક જ હોઈ શકે કે તે સમયે લેકોએ આ અતિચારની આડમાં રહીને સ્વસંતાનોના વિવાહ જેવા ગંભીર પ્રસંગે તરફ તદ્દન બેદરકારી બતાવી હશે અને એને લીધે અનેક અનાચારે કે કુછદ વધ્યા હશે, જેને પરિણામે “અરે જૈનો પરણે તે છે, પણ પિતાનાં છોકરાં પરણાવવામાં પાપ સમજે છે આવા ઉપાલંભથી જૈન ધર્મ વગેવાય પણ હશે. આવી કોઈ સ્થિતિ ઊભી થઈ હશે, તેથી જ એ પંડિતે સાધમને સત્કન્યા આપવા ખાસ ભલામણ કરી હશે અને એ દેશકાળ પ્રમાણે ઉચિત પણ હશે. બારમા તેરમા સૈકાના આચાર્ય હેમચંદ્ર પિતાનાં છોકરાંઓનાં સગપણ કે વિવાહ વગેરેનો વ્યવસ્થિત પ્રબંધ ન કરનાર ગૃહસ્થને જૈન ધર્મનો ઉપધાતક (વિનાશક) કહ્યો૧૮ છે. એનું કારણ પણ એવી જ કોઈ સામાજિક બેદરકારી હોય એમ લાગે છે. પરંવિવાહકરણને એક બીજો પણ અર્થ છે અને તે એ કે એક સ્ત્રી હોય છતાં બીજે વિવાહ કરે. આ પ્રવૃત્તિ સ્વદારસંતિષીના શીલને વિદ્યરૂપ છે. ધારે કે હયાત સ્ત્રીથી સંતોષ ન હોય તે પણ સ્વદારસંતોષીનું એ કર્તવ્ય છે કે તેણે સહનશીલતા કેળવીને વા સ્ત્રીને અત્યંત અનુકૂળ કરીને પિતાને વ્યવહાર ચલાવો, પણ બીજી સ્ત્રી કરવાનો સંકલ્પ સરખો પણ ન કરે. એમ કરવામાં
૧૭. “સરવેન્યાં સૂતા સૂત્ત ત્રિવને પ્રથમ __ गृहं हि गृहिणीमाहुन कुड्यकटसंहतिम् ॥'
–સાગારધર્મામૃત, પૃ. ૫૪ ૧૮ જુઓ ઉપર ટિપ્પણ ૧૫.
. ૫૯
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org