SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ ૫૨૯ નિયમ એ એક જુદી બાબત છે અને મજશેખને ત્યાગ એ પણ એક જુદી બાબત છે. એ બેમાં કાર્યકારણની સંકલના જેવી વાત કેમ કરે છે ? જેની દૃષ્ટિ ઊંડી, વિવેકી અને મર્મગ્રાહી, ગંભીર વિચાર કરનારી હશે તે તે ઉપરના નિયમને બરાબર સમજી શકે તેમ છે. તે જ ન્યાય આ ત્રીજા અને પાંચમા અતિચારે વિશે ઘટાવવાનો છે. જે એ અતિચારેને સેવે તે કદી પણ સ્વદારસંતેષ ન જ રાખી શકે. એ અતિચારેના વર્જનમાં જ સ્વદારતિષનું પાલન છે અને સ્વદારસંતેષના પાલનમાં જ એ અતિચારેને નિષેધ છે. આમ એ બન્ને એકબીજા સાથે ઘટ અને માટીની પેઠે સંકળાયેલાં છે. આ તે કોઈ ભદ્રક કે વક્ર મનુષ્ય એમ સમજી બેસે કે મેહક સંગીત સાંભળવું, વેધક રૂપ જેવાં એમાં વળી સ્વદારસંતિષને છેડે પણ ભંગ શેને ? એવા ભદ્રક-વક્રનું વલણ એ અતિચારે તરફ જરા પણ ન થાય અને એના ખ્યાલમાં સ્વદારસંતોષની વિશાળતા આવે એ માટે જ ત્રીજો અને પાંચમો અતિચાર શાસ્ત્રકારે સમજાવ્યો અને નિષેધ્યો છે. - સ્વદારસંતોષી ગૃહસ્થ પિતાનાં પુત્રપુત્રીઓને એગ્ય સ્થળે પરણાવે વા એ કામ કોઈ યોગ્ય સમજનાર અને જવાબદાર સ્વજનને ભળાવે, પણ એ તરફ એની લેશ પણ બેદરકારી ન જ ચાલે. જે એવા આવશ્યક કાર્ય તરફ તે બેદરકાર રહે તે એ જૈન ધર્મને ઉપધાત (વિનાશ) કરે છે એ હકીકતને શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોમાં મૂકેલી ૧૫ છે. કૃષ્ણ અને ચેટક વગેરે ગૃહસ્થને પિતાનાં સંતાનોના વિવાહ ન કરવાનો નિયમ હતો, પણ એમના એ ખાસ કામની જવાબદારી સમજદાર સ્વજનેએ માથે લીધેલી હતી, એ વાત ભૂલવાની નથી. હવે કોઈ સ્વદારસંતોષી સ્નેહાદિકને કારણે, દાક્ષિણ્યને લીધે કે કન્યાદાનમાં ધર્મ સમજી બીજાનાં સંતાનોનાં સગપણ કે વિવાહ વગેરેની પ્રવૃત્તિ કરે તે શાસ્ત્રકાર કહે છે કે એ પ્રવૃત્તિ એના બ્રહ્મચર્યને આડખીલીરૂપ છે. આ વસ્તુને ઉપર ઉપરથી જ જોવામાં આવે તે એને લીધે બ્રહ્મચર્યને કશી હાનિ થતી નહિ ભાસે, પણ જરા ઊંડા વિચારપ્રદેશમાં ઊતરીશું તે ઝટ સમજી શકાશે કે સ્નેહાદિકને કારણે કે પુણ્ય સમજીને સગપણ વગેરેની પ્રવૃત્તિ કરનારાઓની દશા છેવટે એવી થઈ જાય છે કે જેવી આજકાલના વરકન્યાના દલાલની છે. આ દશામાં સ્વદારસંતિથી પિતાના વ્રતને બરાબર વળગી રહે એ બહુ કપરું કામ છે. તદુપરાંત એમાં બીજા પણ અનેક દે છે. વર કે કન્યાના પક્ષપાતને ૧૫. જુઓ પંચાશવૃત્તિ પૃ. ૧૫; ધર્મબિન્દુવૃત્તિ પૃ.૧૨૪; યોગશાસ્ત્ર પૃ. ૧૯૩ તૃતીય પ્રકાશ; સાગરધર્મામૃત પૃ. ૧૧૮ ૧૬. કૃષ્ણ અને ચેટકના વૃત્તાંત માટે જુઓ ત્રિષષ્ટિ ચરિત પર્વ ૮, સર્ગ પાંચમાથી; તથા પર્વ ૧૦, સર્ગ ૬, પૃ. ૧૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy