SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૪] દર્શન અને ચિંતન એના સંભવ છે અને બીજાને માટે ગમે તે સદીમાં અને ગમે તે યુગમાં પણ એનાં દ્વાર બુધ જ છે. આ અંગત ચર્ચાથી હું આપ બધાનું ધ્યાન એ મુદ્દા તરફ્ ખેંચુ' હુ' એક તે જીવનમાં હ ંમેશાં વિદ્યાર્થી પણું ચાલુ રાખવું અને કેળવવું, અને બીજો મુદ્દો એ કે વિદ્યાર્થી પડ્યું પણ મુક્તમને એટલે કે નિન્જન અને નિર્ભયપણે કેળવવું. વિદ્યાર્થીત માનસતત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તા વિદ્યાર્થીપણાનાં એટલે સંસ્કાર ગ્રહણ કરવાની યાગ્યતાનાં બીજે બાળકનાં માતા-પિતા દાંપત્યજીવનમાં પ્રવેશ કરેત્યારથી જ તેમની મનેાભૂમિકા રૂપે સંચિત થવા લાગે છે, અને તે બીજો ગર્ભાધાનના સમયથી વ્યક્ત રૂપ ધારણ કરતાં જાય છે. પણ આપણું ગુલામી માનસ આ સત્ય વસ્તુનું આકલન કરી શકતું નથી. શિશુ, કિશાર અને કુમાર અવસ્થાના વિદ્યાર્થીજીવનને કાળજીભરેલી સુવિચારિત દેરવણી મળતી હેાય એવા દાખલા આપણે ત્યાં બહુ પ્રયત્ને પણ ભાગ્યે જ જોવા મળશે. આપણા સામાન્ય વિદ્યાર્થીઓનું જીવન નદી—પટમાંના પાષાણની પેઠે આકસ્મિક રીતે જ ઘડાય છે, અને આગળ વધે છે. નદીના પટમાં પથ્થર જેમ અવારનવાર પાણીના પૂરના ધસારાથી ધસાતા કયારેક આપમેળે ગેાળમટાળ સુંદર આકાર ધારણ કરે છે, તેમ આપણા સામાન્ય વિદ્યાર્થીવ નિશાળ અને સ્કૂલનાં, સમાજ, રાજ્યતેમજ ધ શિરતાજનાં વિવિધ નિયંત્રણાવાળી શિક્ષણપ્રણાલિકાના જંતરડામાંથી પસાર થઈ એક યા બીજી રીતે ઘડાય છે. સેાળ વર્ષ સુધીનું વિદ્યાર્થીજીવન ખીજાના ગળણે વિદ્યાપાન કરવામાં વીતે છે. એટલે આપણે ત્યાં ખરા. વિદ્યાર્થીજીવનને પ્રારંભ સ્કૂલ છેાડી કૉલેજમાં પ્રવેશ કરતી વખતે જ થાય છે. એ વખતે વિદ્યાર્થીનું માનસ એટલું તો પકવ થઈ જાય છે કે હવે તે આપમેળે શું શીખવું, શું ન શીખવું? શું સત્ય અને શું અનુપયેાગી ?એ બધું વિચારી શકે છે. તેથી વિદ્યાર્થીજીવનમાં કૅલેજકાળ ભારે અગત્યના ભાગ ભજવે છે. પહેલાંની અપવ અવસ્થામાં રહી ગયેલી ત્રુટિઓ કે થયેલી. ભૂલો સુધારવી એ કામ કરવા ઉપરાંત કૉલેજજીવનમાં આખા જીવનને સ્પર્શે અને ઉપયોગી થાય એવી સમથ તૈયારી કરવાની હોય છે, અને તે વખતે એટલી જવાબદારી વિચારવા અને નિભાવવા પૂરતી બુદ્ધિ અને શરીરની તૈયારી પણ હેાય છે. તેથી આ સમય દરમ્યાન વિદ્યાર્થીએ લેશ પણ ગાફેલ રહેવુ એ જીવનના મધ્યબિંદુ ઉપર જ કુઠારાધાત કરવા જેવું છે. હું થાડુ ધણું કૉલેજના વિદ્યાર્થીઓ વચ્ચે રહ્યો છું. અને મે જોયુ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy