________________
જૈન દષ્ટિએ બ્રહ્મચાવિચાર
૫૨૫ ધર્મના ત્રણ યામે ૧૨ પણ કહેલા છે. એની વ્યાખ્યા જોતાં એમ લાગે છે કે ત્રણ યામની પરંપરા પણ જૈમસંમત હોય. આને અર્થ એમ થયું કે કઈ જમાનામાં જૈન પરંપરામાં (૧) હિંસાને ત્યાગ, (૨) અસત્યને ત્યાગ અને (૩) પરિગ્રહને ત્યાગ એમ ત્રણ જ યા હતા. પછી એમાં ચૌર્યને ત્યાગ ઉમેરાઈ ત્રણના ચાર યામ થયા, અને છેલ્લે કામાચારના ત્યાગને યામ વધારી. ભગવાન મહાવીરે ચારના પાંચ યામ કર્યા. આ રીતે ભગવાન મહાવીરના સમયથી અને એમના જ શ્રીમુખે ઉપદેશાયેલું બ્રહ્મચર્યનું જુદાપણું જેનપરંપરામાં જાણીતું છે. જે સમયે ત્રણ કે ચાર યા હતા તે સમયે પણ પાલન તે પાંચ થતું હતું. ફક્ત એ સમયના વિચક્ષણ અને સરળ મુમુક્ષુઓ ચૌર્ય અને કામાચારને પરિગ્રહરૂપ સમજી લેતા, અને પરિગ્રહને ત્યાગ કરતાં જ તે બન્નેને પણ ત્યાગ આપોઆપ થઈ જતો. પાર્શ્વનાથની પરંપરા સુધી તો કામાચારનો ત્યાગ પરિગ્રહના ત્યાગમાં જ આવી જતે અને એથી એનું જાદુ વિધાન નહિ થયેલું, પણ આમ કામાચારના ત્યાગના જુદા વિધાનને અભાવે શમણુસંપ્રદાયમાં બ્રહ્મચર્યનું શથિલ્ય આવ્યું અને કેટલાક તે એવા અનિષ્ટ વાતાવરણમાં પડવા પણ લાગ્યા. એથી જ ભગવાન મહાવીરે પરિવહત્યાગમાં સમાસ પામતા કામાચારત્યાગને પણ એક ખાસ મહાવ્રત તરીકે જુદે ઉપદે શે. જ્યારે ભગવાન મહાવીરે પંચયામિક ધર્મનો ઉપદેશ કર્યો ત્યારે પાર્શ્વનાથની પરંપરાના કેટલાક શ્રમણએ એમાં વિરોધ બતાવ્યું, અને પાર્શ્વનાથની પરંપરાના શ્રમણમાં આ વિષય ખૂબ ચર્ચા પણ ખરા. આ.. હકીકતનું વર્ણન ઉત્તરાધ્યયનસત્રના કેશિગમીય નામના તેવીસમા અધ્યયનમાં સવિસ્તર આપેલું છે. તે આ પ્રમાણે છે :
પાર્શ્વનાથના શિષ્ય કેશિકુમાર કુમારશ્રમણ (બાળબ્રહ્મચારી), મહાયશસ્વી, વિદ્યા અને ચારિત્રના પારગામી, અવધિજ્ઞાની અને શિષ્યસંધના આચાર્ય હતા. તે ફરતા ફરતા સાવથી નગરીમાં પધાર્યા અને ત્યાં એવા જ પ્રતાપી, દ્વાદશાંગના જાણનારા, વિદ્યા અને ચારિત્રસંપન્ન તથા અનેક શિષ્યોના આચાર્ય શ્રમણ ગૌતમ, જે ભગવાન મહાવીરના મુખ્ય પટ્ટધર હતા તે પણ આવ્યા. પાર્શ્વનાથના શ્રમણએ વિચાર્યું કે પાર્શ્વનાથ અને મહાવીરને ઉદ્દેશ એક
૧૧. “નામા તિનિ ૩યા”
(प्राणातिपातः, मृषावादः, परिग्रहश्च । अदत्तादानमैथुनयोः परिग्रह एवान्तर्भावात् त्रयग्रहणम्-टीका )
–આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ અધ્યયન ૮, ઉદ્દેશક ૧ આ ઉલ્લેખમાં ત્રણ યામોને (વ્રતન) નિર્દેશ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org