________________
ભગવાન મહાવીરને મંગળવાર
[૨૮૭ ભગવે. હું તે એમ કહું છું કે તે સાધક ત્યાગ કર્યા પછી ભેગનું સુખ માણે છે; એટલું જ નહિ, પણ તે તો ત્યાગમાં જ ભેગનું સુખ માણે છે. એવા સાધકને ત્યાગથી જુદા કઈ ભાગ નથી. દુન્યવી વ્યવહારમાં માતા સંતતિ માટે ત્યાગ કરે છે ત્યારે તે તેમાં જ ઉપભોગનું પરમ સુખ અનુભવે છે. જ્યારે અહીં તે અધ્યાત્મસાધકની વાત છે. એ દ્રષિ છેવટે એક બાબત વિશે સહુ સાધકને ચેતવે છે કે કશી વસ્તુમાં વૃદ્ધિ અથત લાભ કે મમતા ન સેવે, પણ માત્ર તે જીવનવ્યવહાર પૂરતા જ વિચાર કરે. આપણે નિઃશંકપણે જોઈ શકીએ છીએ કે જે માંગલિક વારસો મહાવીરના ઉપદેશમાંથી લાધે છે તે જ ઉપનિષદોમાંથી પણ લાધે છે, અને બુદ્ધિ કે તેવા બીજા મહાન વીરેએ એ સિવાય બીજું શું કહ્યું છે?
આ જ અર્થમાં હું ઉપનિષદકારે વાપરેલો ભૂમાં શબ્દ વાપરીને એમ કહું કે મહાવીર એટલે ભૂમા અને એ જ બ્રહ્મ, તે એમાં કશી અસંગતિ નથી. મહાવીર ભૂમા હતા, મહાન હતા, માટે જ તે સુખરૂપ હતા, માટે જ તે અમૃત હતા. કદી એને દુઃખ સ્પર્શી શકે નહિ, કદી એનું મૃત્યુ સંભવે નહિ. દુઃખ કે મૃત્યુ એ તે અલ્પને છે, ટૂંકી દૃષ્ટિને છે, પામરને છે. વાસનાબને છે, જેને સંબંધ કેવળ સ્થૂલ અને સૂક્ષ્મ શરીર સાથે જ સંભવે છે. જે મહાવીર વિશે હું કહું છું તે તે એ ઉભય શરીરથી પર હોઈ ભૂમા છે, અલ્પ નથી.
અલબત્ત ઈતિહાસકારો જે રીતે વિચાર કરે છે તે રીતે વિચાર કરતાં એ પ્રશ્ન સહેજે થશે કે મહાવીરે જે મંગળ વારસો બીજાને આપ્યો તે વાર તેમણે કોની પાસેથી, કેવી રીતે મેળવ્યો ? આનો ઉત્તર સરળ છે. શાસ્ત્રોમાં અને વ્યવહારમાં કહેવાય છે કે બિંદુમાં સિંધુ સમાય છે. સાંભળતાં તે આ અવળવાણું લાગે. ક્યાં બિંદુ અને ક્યાં સિંધુ! સિંધુમાં તે બિંદુ હોય, પણ બિંદુમાં સિંધુ કેવી રીતે ? પણ એ તદ્દન સાચી વાત છે. મહાવીરના સ્થળ જીવનનો પરિમિત કાળ એ તો ભૂતકાળના મહાન સમુદ્રનું એક બિંદુ માત્ર છે. ભૂતકાળ એ તે ભૂત છે, સતરૂપે રહેતું નથી. આપણે કલ્પી ન શકીએ તેવી ત્વરાથી તે આવે અને જાય છે, પણ તેમાં સંચિત થયેલા સંસ્કારે નવાનવા વર્તમાનના બિંદુમાં સમાતા જાય છે. ભગવાન મહાવીરે જીવનમાં જે આધ્યાત્મિક વારસો મેળવ્યો અને સિદ્ધ કર્યો તે તેમના પુરુષાર્થનું કળ છે એ ખરું છે, પણ એની પાછળ અજ્ઞાત ભૂતકાળના તેવા વારસાની સતત પરંપરા રહેલી છે. કોઈ એને ઋષભ કે નેમિનાથ કે પાર્શ્વનાથ વગેરેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org