________________
ઇતિહાસની અગત્યતા
[ ૨૧૯
મથુરા જૈન ઘા વૈભવ' લેખ વા; અને તેમનું હમણાં જ પ્રસિદ્ધ થયેલ “સૂતિ : પુર્વ સાંસ્કૃતિક અન” એ હિન્દી પુસ્તક વાંચી લે. એમ તો એમણે અનેક પુસ્તકે અને લેખો લખ્યાં છે, પણ આ સ્થળે તે માત્ર હું એ બે લખાણે તરફ જ ધ્યાન ખેચું છું. શ્રી. અગ્રવાલજની પેઠે બીજા પણ સમર્થ વિદ્વાને, જેઓ જૈન સાહિત્યના ઈતિહાસમાં સહકાર આપે તેવા છે અને આપવા ઈચ્છે છે, તેઓ પણ અમદાવાદમાં આવવાના. એટલે જેઓની ચેતના મૂર્શિત થઈ ન હોય અને જેઓની જ્ઞાનનાડી ધબકતી હોય તેઓ આ આવતી તકને પૂરતો ઉપયોગ કરી લેશે એમ હું માનું છું.
–જેન, શ્રાવણ ૨૦૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org