SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪] દર્શન અને ચિંતન - સાધુ એટલે સાધક. સાધક એટલે અમુક ધ્યેયની સિદ્ધિ માટે સાધના કરનાર, તે ધ્યેયને ઉમેદવાર. જૈન સાધુઓનું ધ્યેય મુખ્યપણે તે જીવનશુદ્ધિ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવું એટલે તેનાં બંધને, તેનાં મળે, તેના વિક્ષેપો અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પિતાના જીવન મારફત સમજદારને એવો પદાર્થપાઠ શીખવ્યું છે કે જ્યાં સુધી પિોતે પિતાનું જીવન અંતર્મુખ થઈ તપાસી ન લે, શોધી ન લે, પોતે વિચાર અને વર્તનમાં સ્થિર ન થાય, પોતે પિતાના ધ્યેય પર સ્પષ્ટ ભાન ન કરે ત્યાં સુધી તે બીજાને શી રીતે દોરી શકે? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્વની બાબતમાં જે કંઈની દોરવણી કરવાની હોય તે પહેલાં, એટલે કે બીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં, પોતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીને સમય એ જ સાધનાને સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, સ્નેહીઓ અને બીજા લોકોથી અલગપણું, કોઈ પણ સામાજિક કે બીજી ખટપટમાં માથું ન મારવાપણું, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકરણીના નિયમ–એ બધું જાયેલું હતું. જેમ કેઈ ખરા વિદ્યાર્થીને પોતાના ઊંડા અભ્યાસની સિદ્ધિ માટે ખાસ સ્થાનની, એકાંતની, કુટુંબ અને સગાંસંબંધીઓના ત્યાગની અને બીજી કેટલીક સગવડોની જરૂર રહે છે, તેમ આધ્યાત્મિક જીવનની સાધનાના વિદ્યાથી જૈન સાધુને માટે પણ છે. પરંતુ જેમ આજે ઉંમર થયા પહેલાં અને બાપ કે મા બનવાની જવાબદારી સમજ્યા પહેલાં છોકરાઓ અને કન્યાએ બાપ કે મા બની જાય છે, તેમ સાધુસંસ્થામાં પણ બનવા લાગ્યું. પિતાના જીવનની ઊડી વિચારણા કર્યા વિના કે પાકી સ્થિરતા આપ્યા વિના જ મોટે ભાગે સાધુવર્ગ ઉપદેશકના કામમાં પડી ગયો. એનું પરિણામ સમાજની દષ્ટિએ ગમે તે આવ્યું હોય, પણ એકંદર રીતે એથી સાધુસંસ્થાને તે નુકસાન જ થયું છે. જે સગવડે અને જે નિવૃત્તિનાં વિધાન છવનની સાધના માટે કરવામાં આવ્યાં હતાં એ સાધના ઊડી જતાં કે ખસી જતાં - અથવા તે અકાળે ગુરુપદ લેવામાં આવતાં એ સગવડ અને એ નિવૃત્તિનાં સાધને તે જેમ ને તેમ સાધુસંસ્થા માટે ઊભાં રહ્યાં; ઊલટું ઘણીવાર તે એ સગવડે અને એ નિવૃત્તિનાં વિધારેમાં વધારે પણ થયું, અને બીજી બાજુથી મૂળ લક્ષ જે જીવનની સાધના તે કાં તે તદન બાજુએ જ રહી ગયું અથવા તે તદ્દન ગૌણ થઈ ગયું. એ જ સબબ છે કે આપણે જેન જેવા ત્યાગપ્રધાન સાધુસંધના ઈતિહાસમાં ગૃહસ્થ કે રાજાઓને શોભે તેવાં સાધને, સગવડ અને ભપકાઓ સાધુઓની આસપાસ વીંટળાયેલા જોઈએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy