SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપાય [૩૬૩ ભૂતકાળનાં ત અને દલીલનાં મડદાં ચીરવામાં વિશેષ રસ નથી આવતું. તેઓ જે તરસિક અને ભાષાલાલિત્યના રસિક હોય તે પિતાના વડવાઓની પ્રશંસા કરી ફુલાઈ જાય છે, અને જે ઈતિહાસઉસિક હેય તે ભૂતકાળના પિતાના પૂર્વજોએ આવી આવી ક્ષદ્ર બાબતોમાં ખર્ચેલ અસાધારણ બુદ્ધિ અને કીમતી જીવનનું સ્મરણ કરી ભૂતકાળની પામરતા ઉપર માત્ર હસે છે. પણ પિથા ઉપર ચડેલા અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાને વેશ પહેરેલા. તેમ જ શાસ્ત્રનું સુંદર નામ ધારણ કરેલા આ ક્ષુદ્ર કલહને નિસાર જેનાર આજને તરુણવર્ગ અથવા તે લેક બૂઢે વગે વળી દીક્ષાની એક બીજી હનીમાં પડ્યો છે. એ મોહની એટલે ઉંમરની અને સંમતિપૂર્વક દીક્ષા લેવા ન લેવાની. અત્યારનાં છાપાંઓને અને તેના વાંચનારાઓને ભૂતકાળને દીક્ષા પર સ્ત્રીને અધિકાર હોવા ન દેવાના, અમુક ચિહ્ન રાખવા નરાખવાના જૂના ઝઘડાઓ નીરસ લાગે છે ખરા, પણ :એમની પરાપૂર્વથી ઝઘડા માટે ટેવાયેલી છૂળ વૃત્તિ પાછી નો ઝઘડે ભાગી જ લે છે. તેથી જ તે આ ઉંમરે પરત્વેને અને સંભતિ પરત્વેને મઝેદાર ઝઘડે ઊભો થr. છે અને તે વિકસે જ જાય છે. માત્ર છાપાંઓમાં આ ઝઘડે મર્યાદિત ન રહેતાં રાજદરબારે સુધ્ધાં પહોંચ્યો છે. જૂના વખતમાં રાજદરબાર માત્ર બને પક્ષોને ચર્ચા કરવાનું સ્થાન હતું, અને હારજીતને નિકાલ વાદીની કુશળતા ઉપરથી આવી જતે; પણ આજને રાજદરબાર જુદો છે. એમાં તમે ચડે એટલે બન્ને પક્ષકારેની બુદ્ધિની વાત જ નથી રહેતી. પક્ષની સત્યતા અથવા પક્ષકાર વાદીની બુદ્ધિમત્તા પૈસાની કોથળી આડે દબાઈ જાય છે. એટલે જે વધારે નાણું ખર્ચે તે છત ખરીદી શકે. રાજતંત્રને આ વ્યક્તિસ્વતંત્રતા વિષયક ગુણ ભલે બુદ્ધિમાન અને રાજ્યકર્તાઓ માટે લાભદાયક છે, પણ જૈન સમાજ જેવા બુદ્ધ અને ગુલામ સમાજ માટે તે એ ગુણ નાશકારક જ નીવડતો જાય છે. અત્યારે બે પક્ષો છે. બન્ને દીક્ષામાં તો માને જ છે. દીક્ષાનું સ્વરૂપ અને દીલાના નિયમ વિશે બનેમાં કોઈ ખાસ મતભેદ નથી. બંનેને મતભેદ દીક્ષાની શરૂઆત પર છે. એક કહે છે કે ભલેને આઠ કે નવ વર્ષનું બાળક હેય તે પણ જીવનપર્યંતની જૈન દીક્ષા લઈ શકે, અને એવાં બાળકે ઉમેદવાર મળી આવે તે ગમે તે રીતે તેઓને દીક્ષા આપવી એ યોગ્ય છે. તેમ જ તે કહે છે કે સેળ કે અઢાર વર્ષ પહેચેલે તરુણ કેઈની પરવાનગી લીધા સિવાય, માબાપ કે પતિ પત્નીને પૂછળ્યા સિવાય, તેમની હા સિવાય પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy