________________
૩૬૨ ]
દર્શન અને ચિંતન
જોકે વિષય જાણીને જ “વિશ્વમાં દીક્ષાનું સ્થાન એ રાખેલે છે, છતાં આજના પ્રસંગ પ્રમાણે તે એની ચર્ચા પરિમિત જ છે. એટલે જૈન ધર્મમાં દીક્ષાનું સ્થાન એ જ આજની ચર્ચાની મુખ્ય નેમ છે. જેનદીક્ષાને મુખ્ય ઉદ્દેશ અથવા તે એની અનિવાર્ય શરત એક જ છે અને તે જીવનશુહિની. જીવન શુદ્ધ કરવું એટલે જીવન શું છે, તેને સમાજ અને વિશ્વ સાથે શું સંબંધ છે તે વિચારવું, અને એ વિચાર કર્યા પછી જે જે વાસનાઓ, અને મળે તેમ જ સંકુચિતતાઓ પિતાને જણાઈ હોય તે બધાને જીવનમાંથી કાઢી નાખવી અથવા તે એ કાઢી નાખવાનો પ્રયત્ન સેવ. જૈનદીક્ષા લેનાર સમાજ, લેક કે દેશના કોઈ પણ કામને કાં ન કરે? વ્યાવહારિક કે પારમાર્થિક મનાતા કોઈ પણ કામને કાં ન કરે ? છતાં એટલી એની શરત અનિવાર્ય રીતે રહેલી જ છે કે તેણે જીવનશુદ્ધિનું જ મુખ્ય લક્ષ રાખવું અને જીવનશુદ્ધિને હાથમાં રાખીને જ પ્રવૃત્તિ કરવી. દીક્ષાને વિચાર કરતી. વખતે જે એના આ મૂળ ઉદ્દેશને ધ્યાનમાં રાખીએ તો આગળની ચર્ચામાં બહુ જ સરળતા થશે.
જ એક જમાને એવો હતો કે જ્યારે જાતિ પરત્વે જૈનમાં દીક્ષાની તકરાર હતી, અને તે તકરાર કાંઈ જેવીતેવી નહિ પણ ભારેમાં ભારે હતી. એના, બને પક્ષકારે સામસામા મહાભારતના કૌરવ-પાંડવ સૈનિકેની પેઠે ભૂહબદ્ધ ગોઠવાયા હતા. એની પાછળ સેંકડો પંડિતે અને ત્યાગી વિદ્વાને શેકાતા, શક્તિ ખર્ચાતા અને પિતાપિતાના પક્ષની સત્યતા સ્થાપવા ખાતર રાજસભામાં જતા અને રાજ્યાશ્રમ તેમ જ તે બીજો આશ્રય, બીજી કોઈ રીતે નહિ તે, છેવટે મંત્ર, યંત્ર, તંત્ર, વશીકરણ, જ્યોતિષ અને વૈદકની ભ્રમણા દ્વારા પણ, મેળવતા. વળી સ્ત્રી દીક્ષા ન જ લઈ શકે અને એ પુરુષની પેઠે જ સંપૂર્ણ પણ લઈ શકે એટલે જ દીક્ષા પરત્વે આ ઝઘડા ન હતા, પણ બીજા અનેક ઝઘડા હતા. દીક્ષિત વ્યકિત મોરપીંછ રાખે, ગૃધ્રપીંછ રાખે, બલા પીંછ રાખે કે ઊનનું તેવું કાંઈ સાધન રાખે; વળી દીક્ષિત વ્યક્તિ કપડાં ન પહેરે અગર પહેરે, અને પહેરે તે ધોળાં પહેરે કે પીળાં, વળી એ કપડાં કદી પૂર્વે જ નહિ કે વે પણ ખર; વળી એ કપડાં કેટલાં અને કેવડાં રાખે–આ વિશે, પણું મતભેદો હતા, તકરારે હતી, પક્ષાપક્ષી હતી અને વિદ્વાને પિતપોતાને પક્ષ સ્થાપવા શાસ્ત્રાર્થો કરતા અને ગ્રંથ લખતા. ત્યારે છાપાં તે ન હતાં, પણ તાડપત્ર અને કાગળ ઉપર લખાતું ખૂબ. ફક્ત એ તકરારનાં શાસ્ત્રો
જુદાં તારવીએ તે એક મોટો ઢગલે થાય. આજે કોલેજોમાં અને ખાનગી વિદ્યાલયમાં એ ગ્રંથ શીખવવામાં આવે છે, પણ એ શીખનારને એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org