________________
જૈન રાષ્ટએ બ્રહ્મચર્યવિચાર
[ પ૩૯ ભગવાન ઋષભદેવના સમયમાં દરેક સ્ત્રીને પેટે પુત્રપુત્રીનું યુગલ જ જન્મતું અને વય પ્રાપ્ત થતાં તે જ યુગલ પરસ્પર સ્નેહગ્રંથિથી જોડાતું. આજની ભાષામાં કહીએ તે તે જમાનામાં સહોદર ભાઈબહેનનું લગ્ન થતું. શારીરિક, પ્રજાકીય કે બીજા કેઈ કારણને લીધે ઋષભદેવજીએ પોતે એ પદ્ધતિ બદલી અને તે જાતના યુગલવિવાહનો નિષેધ કર્યો. ત્યાર પછી આજ સુધીમાં સહોદર ભાઈબહેનનું સામાજિક રીતે લગ્ન થયેલું જણાતું નથી, પણ ક્ષત્રિયાદિમાં મામા ફઈ વગેરેનાં ભાઈબહેને સામાજિક રીતે આજ પણ વરે છે. એ પ્રાચીન સહદરવિવાહને અવશેષ હોય એમ કદાચ માની શકાય,
વૈદિક સ્મૃતિઓમાં “મઝા મ ી ” જેવાં અનેક વચનો મળે છે અને એ વચન ઉપર જ બાળવિવાહના સમર્થન મંડાણ છે, ત્યારે સ્મૃતિઓથી પણુ પુરાણા જૈન કથાસાહિત્યમાં એક પણ પાત્રનું લગ્ન એ રીતે વર્ણવેલું નથી મળતું. એમાં તે જે જે પાત્રોના વિવાહની હકીક્ત મળે છે તેમાં યૌવનપ્રાપ્ત અને લાવણ્ય, રૂપ તથા ગુણેમાં સરખેસરખી જેડીઓની જ નોંધ મળે છે.
જ્યારે કોઈ કન્યા કે વરના વિવાહનો પ્રસંગ વર્ણવવાને હોય છે ત્યારે એ વિશે આગમમાં આ રીતે લખેલું હોય છે. કન્યાનાં માતાપિતા પિતાની કન્યાને યુવતિ થયેલી જાણે, બાલભાવથી સર્વથા મુક્ત થયેલી સમજે, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થયેલી જુએ તથા ભોગમાં સમર્થ થયેલી માને ત્યારે એને એને બરાબર એગ્ય એવા ભર્તી સાથે ઉચિત શુલ્ક અને ઉચિત વિનયપૂર્વક વિવાહ કરવાનું ઠરાવે છે. પુત્રનાં માતાપિતા પોતાના પુત્રને યુવાન થયેલે જાણે, બાલભાવથી સર્વથા મુક્ત થયેલે સમજે, ભેગસમર્થ થયેલ જુએ, બોતેર કળામાં નિપુણ અને પરિપક્વ જ્ઞાનવાળે થયેલ માને ત્યારે તેને તેને બરાબર
ગ્ય એવી કન્યા સાથે વિવાહ કરવાનો વિચાર કરે છે. આવાં અનેક વર્ણનો ભગવતી, જ્ઞાતા, વિપાક વગેરે અનેક સૂત્રમાં ઉપલબ્ધ છે.૨૩
આ ઉપરથી એમ ચોક્કસ માની શકાય છે કે એ જમાનામાં બાળવિવાહ કે વૃદ્ધવિવાહનું તે નામ જ ન હતું. હવે સૂત્રસાહિત્યના ટીકાકારોએ પણ આ વિશે જે જે કરેલી છે તે પણ જોઈએ. આગના ટીકાકાર અભયદેવસૂરિ (અગિયારમો સકે) સ્થાનાંગસૂત્રની ટીકામાં૨૪, લખે છે કે વીશ વર્ષને વર અને સેળ વર્ષની કન્યા વિવાહ થાય તે જ પ્રજા પરાક્રમી, નરેગી, દીર્ધાયુ અને બુદ્ધિશાળી થઈ શકે છે. એથી ઓછે વર્ષે
૨૩. જ્ઞાતાસૂત્ર અધ્યયન ૧, ૫, ૮ ૧૪, ૧૬; ભગવતીસૂત્ર શતક ૧૧, ઉદ્દેશક ૧૧; શતક ૧૫; વિપાકસૂત્ર કૃ૦ ૨, અ. ૧ તથા ઉવવાઈએસૂત્રઃ દર પ્રતિજ્ઞાને અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org