SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ર ] દર્શન અને ચિંતન એમની શૈધ જે હોય તે તે એટલી જ કે એમણે તપને—કઠોરમાં કઠોર તપને–દેહદમનને અને કાયલેશને આચરતા રહી તેમાં આંતરદૃષ્ટિ ઉમેરી, એટલે કે બાહ્ય તપને અંતર્મુખ બનાવ્યું. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમતભદ્રની ભાષામાં કહીએ તે ભગવાન મહાવીરે કઠોરતમ તપ પણ આચર્યું; પરંતુ તે એવા ઉદ્દેશથી કે તે દ્વારા જીવનમાં વધારે ડોકિયું કરી શકાય, વધારે ઊંડા ઊતરાય અને જીવનનો અંતર્મળ ફેંકી દઈ શકાય. આ જ કારણથી જૈન તપ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક બાહ્ય અને બીજું આત્યંતર. બાહ્ય તપમાં દેહને લગતાં બધાં જ દેખી શકાય તેવાં નિયમનો આવી જાય છે, જ્યારે આવ્યંતર તપમાં જીવનશુદ્ધિના બધા જ આવશ્યક નિયમો આવી જાય. છે. ભગવાન દીર્ઘતપસ્વી કહેવાયા તે માત્ર બાહ્ય તપને કારણે નહિ, પણ એ તપને અંતર્જીવનમાં પૂર્ણ ઉપયોગ કરવાને કારણે જ—એ વાત ભુલાવી ન જોઈએ. ભગવાન મહાવીરના જીવનક્રમમાંથી જે અનેક પરિપકવ ફળ રૂપે આપણને વાર મળે છે તેમાં તપ પણ એક વસ્તુ છે. ભગવાન પછીનાં આજ સુધીનાં ૨૫૦૦ વર્ષમાં જન સંઘે એટલે તપનો અને તેના પ્રકારેને જીવતો વિકાસ કર્યો છે એટલે બીજા કોઈ સમ્પ્રદાયે ભાગ્યે જ કર્યો હશે. એ ૨૫૦૦ વર્ષના સાહિત્યમાંથી કેવળ તપ અને તેનાં વિધાનને લગતું સાહિત્ય જુદું તારવવામાં આવે તે એક ખાસ અભ્યાસગ્ય ભાગ જ થાય. જૈન તપ માત્ર ગ્રંથમાં જ નથી રહ્યું, એ તે ચતુર્વિધ સંધમાં જીવતા અને વહેતા વિવિધ તપના પ્રકારોને એક પડશે માત્ર છે. આજે પણ તપ આચરવામાં જૈને એક્કા ગણાય છે. બીજી કોઈ પણ બાબતમાં જેને કદાચ બીજા કરતાં પાછળ રહે, પણ જો તપની પરીક્ષા, ખાસ કરી ઉપવાસ-આયંબિલની પરીક્ષા, લેવામાં આવે તો આખા દેશમાં અને કદાચ આખી દુનિયામાં પહેલે નંબર આવનાર જૈન પુરુષો નહિ તે છેવટે સ્ત્રીઓ નીકળવાની જ, એવી મારી ખાતરી છે. આજે જેમ જ્યાં દેખો ત્યાં લાઠી ખાવાની હરીફાઈ બાળકે સુધ્ધાંમાં નજરે પડે છે, તેમ ઉપવાસ કરવાની હરીફાઈ જૈન બાળકોમાં રૂઢ થઈ ગઈ છે. ઉપવાસ કરતાં કચવાતાં જૈન બાળકને એની એ પિચે અને નબળો એવી જ રીતે કહે છે, કે જેવી રીતે લડાઈમાં જવાને નાઉમેદ થતા રજપૂત બાળને તેની ક્ષત્રિયાણી મા નમાલા કહેતી. તપને લગતા ઉત્સ, ઉજમણાઓ અને તેવા જ બીજા ઉત્તેજક પ્રકારે આજે પણ એટલા બધા વ્યાપેલા છે કે જે કુટુંબે, ખાસ કરી જે બહેને, તપ કરી તેનું નાનું મોટું ઉજમણું ન કર્યું હોય, તેને એક રીતે પિતાની ઉણપ લાગે છે. મુગલ સમ્રાટ અકબરનું આકર્ષણ કરનાર એક કઠોર તપસ્વિની જૈન બહેન જ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy