SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને પરિષહ [૪૪૧ ભિક્ષુ અને શ્રમણ એ ત્રણે નામનું મૂળ તપમાં જ છે. બ્રહ્મ તરફ મૂકનાર અને તે માટે બધું ત્યાગનાર તે બ્રાહ્મણ. માત્ર ભિક્ષા ઉપર નભનાર અને કશો જ સંચય ન કરનાર તે ભિક્ષુ. કલ્યાણ માટે બધે જ શ્રમ ઈચ્છાપૂર્વક સહનાર તે શ્રમણ. ભગવાન બુદ્ધ ભિક્ષુક માટે તપ બતાવ્યું છે, પણ તે સખત નથી. એમણે જીવનના નિયમોમાં સખતાઈ કરી છે, પણ તે બાહ્ય નિયમમાં નહિ; મુખ્યપણે તેમની સખતાઈ ચિત્ત શુદ્ધ રાખવાના આંતરિક નિયમમાં છે. પરંતુ ભગવાન મહાવીરની સખતાઈ તે બાહ્ય અને આંતરિક બને પ્રકારના નિયમોમાં છે. બૌદ્ધ ગ્રંથમાં જે કાયકલેશ અને દેહદમનને પરિહાસ કરવામાં આવ્યું છે તે કાયલેશ અને દેહદમનની જૈન આગમ પૂરી હિમાયત કરે છે, પરંતુ આ હિમાયતની પાછળ ભગવાન મહાવીરની જે મુખ્ય શરત છે તે શરત તરફ જાણે કે અજાણે ધ્યાન ન અપાયાથી જ બૌદ્ધ ગ્રંથમાં જૈન તપનો પરિહાસ થયેલો દેખાય છે. જે તપને બુદ્ધ પરિહાસ કર્યો છે અને જે તપને તેમણે નિરર્થક બતાવ્યું છે, તે તપને તે મહાવીરે પણ માત્ર કાયક્લેશ, મિથ્યા તપ કે અકામ નિર્જરા કહી તેની નિરર્થકતા બતાવી છે. તામલી તાપસ અને પૂરણ જેવા તાપસનાં અતિ ઉગ્ર અને અતિ લાંબા વખતનાં તપને ભગવાને મિથ્યા તપ કહેલ છે. આનું શું કારણ? જે ઉગ્ર તપ, જે ઉગ્ર કાયકલેશ અને જે ઉગ્ર દેહદમન ભગવાન આચરે તે જ તપ, તે જ કાયક્લેશ અને તે જ દેહદમન જે બીજે આચરે તે એને વિરોધ ભગવાન શા માટે કરે ? શું એમને બીજાની અદેખાઈ હતી ? કે બીજાના તપને સમજવાનું અજ્ઞાન હતું ? આ બેમાંથી એકે ભગવાન મહાવીરમાં હોય એમ કલ્પવું એ એમને ન સમજવા બરાબર છે. ભગવાનને વિરોધ એ તાપના દેદમન પરત્વે ન હતું, કારણ કે એવાં દેહદમનો તે તેમણે પોતે આચરેલાં છે, અને તેમની સામે વર્તમાન ધના અણગાર જેવા તેમના અનેક શિષ્યોએ એવાં જ દેહદમને સેવેલાં છે, જેના પુરાવાઓ જૈન આગમોમાં મેજૂદ છે. ત્યારે જૂની ચાલી આવતી તાપસ સંસ્થાઓ અને તેનાં વિવિધ તપ સામે ભગવાનનો વિરોધ કઈ બાબતમાં હતે? એમને એમાં શી ઊણપ લાગેલી એ સવાલ છે. એનો ઉત્તર ભગવાનના પિતાના જીવનમાંથી અને જૈન પરંપરામાં ચાલ્યા આવતા એ જીવનની, ભાવનાના વારસામાંથી મળી આવે છે. ભગવાને તપની શોધ કાંઈ નવી કરી ન હતી; તપ તો એમને કુળ અને સમાજના વારસામાંથી જ સાંપડ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy