________________
[ ૪૫૩
અહિંસા અને અમારિ - ના અમુક ભાગનું કઈ એવું જાણીતું શહેર કે સારી આબાદીવાળો કસબ નહિ મળે કે જ્યાં પાંજરાપોળ ન હોય. ઘણે સ્થળે તે નાનાં ગામડાંઓમાં પણ પ્રાથમિક નિશાળો(પ્રાઈમરી સ્કૂલ)ની પેઠે પાંજરાપોળની શાખાઓ છે. આ બધી પાંજરાપોળ મુખ્યપણે પશુઓને અને અંશતઃ પંખીઓને પણ બચાવવાનું અને તેમની સારસંભાળ રાખવાનું કામ કરે છે. આપણી પાસે અત્યારે ચોકકસ આંકડા નથી, પણ મારી સ્થૂળ અટકળ એવી છે કે દરવર્ષે એ પાંજરાપોળ પાછળ જેને પચાસ લાખથી ઓછો ખર્ચ નથી કરતા, અને એ પાંજરાપોળોના આશ્રયમાં કાંઈ નહિ તે નાનામોટા લાખેક જીવ સારસંભાળ પામતા હશે. ગૂજરાત બહારના ભાગમાં જ્યાં જ્યાં ગે શાળાઓ ચાલે છે ત્યાં બધે મુખ્ય ભાગે ફક્ત ગાયોની જ રક્ષા કરવામાં આવે છે. ગોશાળાઓ પણ દેશમાં પુષ્કળ છે અને તેમાં હજારે ગામે રક્ષણ પામે છે. પાંજરાપોળની સંસ્થા હો કે ગોશાળાની સંસ્થા છે, પણ એ બધી પશુરક્ષણની પ્રવૃત્તિ અહિંસા પ્રચારક સંધના પુરુષાર્થને જ આભારી છે એમ કોઈ પણ વિચારક કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ઉપરાંત કીડિયારાની પ્રથા, જળચરેને આટની ગોળીઓ ખવડાવવાની પ્રથા, શિકારે અને દેવીને ભેગે બંધ કરાવવાની પ્રથા –એ બધું અહિંસાની ભાવનાનું જ પરિણામ છે.
અત્યાર સુધી આપણે પશુ, પંખી અને બીજા જીવજંતુઓ વિશે જ વિચાર કર્યો છે. હવે આપણે મનુષ્યજાતિ તરફ પણ વળીએ. દેશમાં દાનપ્રથા એટલી ધંધબંધ ચાલતી કે તેમાં કોઈ માણસ ભૂખે રહેવા ભાગ્યે જ પામતું. પ્રચંડ અને વ્યાપક લાંબા દુષ્કાળમાં જગડુશા જેવા સખી ગૃહસ્થાએ પિતાના અન્નભંડાર અને ખજાનાઓ ખુલ્લા મૂક્યાના વિશ્વસ્ત પુરાવાઓ છે. જે દેશમાં પશુપંખી અને બીજા ક્ષુદ્ર છે માટે કરેડે રૂપિયા ખર્ચાતા હોય તે દેશમાં માણસજાત માટે લાગણી ઓછી હેય અગર તે તે માટે કાંઈ ન થયું હોય એમ કલ્પવું એ વિચારશક્તિની બહારની વાત છે. આપણું દેશનું આતિથ્ય જાણીતું છે અને આતિથ્ય એ માનવજાતને લક્ષીને જ છે. દેશમાં લખો ત્યાગી અને ફકીર થઈ ગયા અને આજેય છે. તે એક આતિથ્ય કે મનુષ્ય તરફની લેકેની વૃત્તિનો પુરાવો છે. અપગે, અનાથે અને બીમારે માટે બને તેટલું વધારેમાં વધારે કરી ફીટવાનું બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેનાં શાસ્ત્રોમાં ફરમાન છે, જે તત્કાલીન લેકરુચિને પડે છે. મનુષ્યજાતિની સેવાના દિવસે દિવસે વધતી જતી જરૂરિયાતને લીધે, અને પડોશીધર્મની અગત્ય સર્વથી પ્રથમ હેવાને લીધે, ઘણીવાર ઘણું ભાઈએ આવેશ અને ઉતાવળમાં અહિંસાના પ્રેમી લેને એમ કહી દે છે કે એમની અહિંસા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org