________________
૧૮૮ ]
દર્શન અને ચિંતન ગમે તેને માટે અમારું ધર્મસ્થાન ખુલ્લું મૂકીએ છીએ અને સદા એ સ્થાન સૌને માટે અભંગદ્વાર છે. આમ કહેવાને બદલે વિરોધ કરવા આડીઅવળી દલીના ફાંફાં મારવાં એથી વધારે નાશી જૈન ધર્મની બીજી હોઈ શકે નહિ. પણ પિતાની નાશીની પરવા ન કરવા જેટલું જે જૈન માનસ ઘડાયું છે તેનાં મૂળમાં ઈતિહાસ રહેલું છેઅને તે ઈતિહાસ એટલે જૈનોએ વ્યવહારના ક્ષેત્રમાં બ્રાહ્મણવર્ગના જાતિભેદના સિદ્ધાન્ત સામે સર્વથા નમતું આપ્યું તે. ભગવાન મહાવીરથી જ નહિ, પણ તેમના પહેલાંથી શરૂ થયેલ જાતિસમાનતાને સિદ્ધાન્ત ચાલુ શતાબ્દીના જૈન ગ્રંથમાં પણ એકસરખું સમર્થન પામ્યો છે, અને શાસ્ત્રોમાં એ સિદ્ધાન્તના સમર્થનમાં બ્રાહ્મણવર્ગની કઈ પણ જાતની શેહ રાખવામાં આવી નથી. અને છતાંય એ જ શાસ્ત્રના લખાવનારાઓ, વાચનારાઓ અને શ્રોતા જેને પાછા હરિજને કે બીજા એવા દલિત લોકોને ધાર્મિક ક્ષેત્ર સુધ્ધાંમાં સમાનતા અર્પવાની કે પ્રવેશ આપવાની સાફ ના ભણે છે. આ કેવું અચરજ !
પશ્ચિમને સામ્યવાદ હોય કે સમાનતાને ધરણે રચાયેલ કોગ્રેસી કાર્ય ક્રમ હેય, અગર ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિ હેય–તે બધું જે દલિતને ઉદ્ધાર કરનાર હોય અને માનવતાના વિકાસમાં પડેલા અવરોધોને દૂર કરી તેના સ્થાનમાં વિકાસની અનુકૂલતાઓ કરી આપનાર હોય તે શું એમાં જૈન ધર્મને પ્રાણ નથી ધબકતા ? શું જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતની સમજણ અને રક્ષાનો આધાર માત્ર કુળ-જૈન ઉપર જ હોઈ શકે ? શું જૈન “ધર્મના સિદ્ધાંતને ઊગવા અને વિકસવા માટે પરમ્પરાથી ચાલ્યો આવતે જૈન વાડે જ જોઈએ ? જે ના, તે પછી વગર મહેનતે, વગર ખર્ચે જૈન ધર્મના સિદ્ધાંતને પુનર્જીવન પામવાની તક ઉપસ્થિત થતી હોય એવે ટાણે જેનેએ હરિજન–મંદિર પ્રવેશ બિલને વધાવી લેવાને બદલે તેને વિરોધ કરે છે તે સનાતની વૈદિક વર્ણાશ્રમી સંધના જમાનાજૂના જૈન ધર્મ અને શ્રમણ ધર્મ માત્રના વિરોધી વલણને ટેકો આપવા બરાબર છે. આ દૃષ્ટિએ જે વિચાર કરશે તેમને એમ લાગ્યા સિવાય નહિ રહે કે જે કામ જૈન પરમ્પરાનું હતું અને છે, જે કામ કરવા માટે જૈનએ જ પહેલ કરવી જોઈએ અને સંકટો સહવાં જોઈએ, બ્રાહ્મણવર્ગના વર્ચસ્વને લીધે પરાભવ પામેલ જૈન ધર્મના તેજને જે ઉદ્ધાર જૈનેએ જ કરવો જોઈ તે હતા તે બધું કામ મૂળભૂત સિદ્ધાન્તની શુદ્ધિના બળે જ આપોઆપ થઈ રહ્યું છે ત્યાં સાથ ન આપતાં વિરોધ કરે એમાં તો પાછીપાની કરવા જેવું અને કર્તવ્યભ્રષ્ટ થવા જેવું છે.
–પ્રસ્થાન, જેઠ. ૨૦૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org