________________
હરિજન અને જેને
[૧૮૭ ઈચ્છે તેય, પિતાને ત્યાં અને પિતાનાં ધર્મસ્થાનમાં બોલાવે છે, આવવા દે છે. આનો અર્થ એ થયો કે જ્યારે ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે હરિજનો તેમાં આવે છે ત્યારે તેઓ કયા દેવનું નામ લે છે એની નેને કશી પડી નથી; માત્ર તેમને ગરજ છે એટલે તેમને વિશે વિચાર નથી કરતા, પણ
જ્યારે એ જ હરિજનો સ્વચ્છ થઈ જૈન ધર્મસ્થાનોમાં આવવા ઈચ્છતા હોય અગર તેમને આવવામાં નડતી પ્રણાલિકાઓને તેડવા પૂરતો કાયદે થતો હોય ત્યારે જ જેનોને યાદ આવી જાય છે કે–અરે, આ આવનારા અસ્પૃશ્યો
ક્યાં અરિહંતનું નામ લે છે ? એ તે મહાદેવ કે મહમદને માનનાર છે.. જેનોની આ ધર્મનિષ્ઠા (!) જેવી તેવી છે શું ?
પણ આપણે એક બીજી રીતે વિચાર કરીએ, અને તે એ કે ધારો કે અસ્પૃશ્યવર્ગ કાલે એક અથવા બીજા હોદ્દા ઉપર આવતે જાય (જેમ ક્રિશ્ચિયન થયા પછી આવે છે તેમ અને તે આવવાના છે એ તે ચોક્કસ જ). એ જ રીતે અસ્પૃશ્યવર્ગ કેળવણું કે ધંધા દ્વારા સમૃદ્ધિમાન ને ભાદાર પણ થયો, જેમ આંબેડકર આદિ ગૃહસ્થ થયા છે તેમ, તેવે વખતે શું અને તેમને પિતાનાં ધર્મસ્થાનમાં આવવા માટે બીજા કોને આવકારે છે તેમ આવકારશે ? કે તે વખતે પણ બિલનો વિરોધ કરે છે તેમ વિરોધ જ કરશે ? જેઓ જન પરમ્પરાની વૈશ્ય પ્રકૃતિ જાણે છે તેઓ નિઃશંકપણે કહી શકશે. કે જેને તે વખતે અસ્પૃશ્યવર્ગને તેટલે જ આદર કરશે, એટલે આદર. આજે અને ભૂતકાળમાં ક્રિશ્ચિયને, મુસલમાને, પારસીઓ અને બીજા મોભા-- દાર અન્ય ધર્મીઓને કરતા આવ્યા છે અને કરે છે. આ ચર્ચા એટલું જ સૂચવે છે કે જેન પરમ્પરા પિતાને ધર્મસિદ્ધાન્ત વિસરી ગઈ છે, ને માત્ર સત્તા તેમ જ ધનની પ્રતિષ્ઠામાં જ ધર્મની પ્રતિષ્ઠા લેખતી થઈ ગઈ છે. જે આમ છે તે એ કહેવાને શું અર્થ છે કે હરિજને હિન્દુ છતાં જન નથી. માટે જ અમે જૈન મંદિરમાં દાખલ થવાની છૂટ આપતે ધારે માન્ય કરી શકીએ નહિ ? હરિજને સિવાયના બધા જ અજૈન હિન્દુઓને જૈન ધર્મસંધમાં ને જૈન ધર્મસ્થાનમાં જવામાં કોઈ પ્રતિબંધ નથી. ઊલટું તેઓને પિતાના સંઘમાં અને ધર્મસ્થાનમાં લાવવાના વિવિધ પ્રયત્ન થાય છે, તે હિન્દુ સમાજના જ બીજા એક ઊતરતા અંગ જેવા હરિજનને જૈન સંસ્થાઓ પિતાનાં ધર્મસ્થાનોમાં અને પિતાની કેળવણીની સંસ્થાઓમાં આપમેળેજ આવકારે તેમાં જ તેમના ધાર્મિક સિદ્ધાન્તની રક્ષા અને મોભે છે. જેને તે એમ કહેવું જોઈએ કે અમારે બિલ–ફિલની કે ધારા–બારાની કશી જરૂરિયાત છે જ નહિ; અમે તે અમારા ધર્મસિદ્ધાન્તને બળે જ હરિજન કે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org