SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપ્રવાહ અને આનુષંગિક સમસ્યાઓ [૬]. શ્રી રાધાકૃષ્ણનના આ પુસ્તક ધર્મોનું મિલન'માં તેમની ત્રણ વિશેષતાઓ વિશેષ રૂપે નજર આગળ તરી આવે છે : (૧) કંટાળો ઊપજે એવું લંબાણ કર્યા સિવાય અત્યંત મનોહર શૈલીએ તદ્દન ફુટ ચર્ચા કરવી, (૨) ચર્ચાના વિષય પર ગંભીરપણે લખનાર સંખ્યાબદ્ધ લેખકેની સાક્ષીઓ આપી તેમનાં કામલાયક અવતરણોના સમુચિત સંકલનથી પિતાના વક્તવ્યને સ્ફટ ને સમૃદ્ધ કરવું, (૩) એમનાં તર્કપાટવ અને સમભાવ. ભૂતકાળની પેઠે આ યુગમાં પણ ભારતે અનેક સમર્થ ધર્મચિન્તકે અને. ધર્મ વિષે સાધિકાર લખનારબેલનારાઓ નિપજાવ્યા છે. અસાધારણતા તે. બધાને સામાન્ય ગુણ છે, છતાં તે સૌની ભૂમિકા જુદી જુદી છે. ભારત અને ભારત બહારના વિશ્વ ઉપર ધર્મ વિષેની પિતાની વિચારણા અને અનુભૂતિની વિશિષ્ટ છાપ પાડનાર પાંચ પુ સુવિદિત છે. શ્રી અરવિંદ ગૂઢ તાકિ સાધન દ્વારા ને ગૂઢ વાણુ દ્વારા ધર્મનાં ગૂઢ ત પ્રકાશે છે; તે પારાના રસાયન જેવા હેઈ સર્વભોગ્ય નથી. કવિવર રવીન્દ્ર પિતાની કવિસુલભ સર્વતોમુખી પ્રતિભા અને સહજસિદ્ધ ભાષાસમૃદ્ધિના હત્યંગમ અલંકારથી ધર્મના તત્વનું રસપૂર્ણ નિરૂપણ કરે છે. તે ઉપનિષદ અને ગીતાની ગાથાઓ. સમું સરલતમ અને ગૂઢતમ બન્ને પ્રકારનું કાવ્ય બની રહે છે, તેથી તે બહુભોગ્ય છતાં વસ્તુતઃ અલ્પગ્ય જ છે. ગાંધીજીનાં ધર્મ વિષેના ઉદ્ગારે ને લખાણે સર્વલક્ષી હોઈ તે ગંભીર છતાં પણ સંતસમા તપસ્વીની વાણીરૂપે સર્વગમ્ય બને છે. તેથી તે અધિકારીભેદે બકરી અને ગાયના દૂધની પિષક ગરજ સારે છે. ડે. ભગવાનદાસનાં ધર્મચિન્તન અને વિચારલેખન એ અનેક ઉદ્યાને માંના અનેકવિધ પુષ્પમાં રહેલ મકરંદને પચાવી શૃંગરાજે કરેલા મધુસંચય જેવાં છે. તે મધુર અને પથ્ય હોવા છતાં દૂધના જેટલાં સુપચ નથી. શ્રી રાધાકૃષ્ણનનાં ધર્મપ્રવચને એ અનેક ઉદ્યાનોમાંથી અનેકવિધ લતાવૃક્ષ પરથી ચૂંટી એકત્ર કરેલા અને રંગી ને અનેક જાતનાં કુસુમો વડે અસાધારણ કુશળતા ધરાવનાર માલાકારે ગૂંથેલી એક મરમ પુષ્પમાળા સમાન છે. તે ગમે તે પ્રેક્ષક અધિકારીની દૃષ્ટિને લેભાવે છે, અને પિતાની મહેકથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy