SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ]. દર્શન અને ચિંતન તેમ જ વિવિધવણું સુન્દરતાથી વાંચનાર કે શ્રોતાને વિષયમાં લીન બનાવી રસ લેતા કરે છે. ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ, તેમ જ એ બે તની દોરવણી નીચે ઘડાતો જીવનવ્યવહાર. આ જ ધર્મ પારમાર્થિક છે. બીજા જે વિધિનિષેધ, ક્રિયાકાંડે, ઉપાસનાના પ્રકારે વગેરે ધર્મની કટિમાં ગણાય છે, તે બધાં જ વ્યાવહારિક ધર્મો છે અને તે ત્યાં લગી અને એટલે જ અંશે યથાર્થ ધર્મના નામને પાત્ર છે, જ્યાં લગી અને જેટલે અંશે તે ઉક્ત પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ ધરાવતા હોય છે. પારમાર્થિક ધર્મ એ જીવનની મૂલગત તેમ જ અદશ્ય વસ્તુ છે. તેને અનુભવ કે સાક્ષાત્કાર તે ધાર્મિક વ્યક્તિને જ હોય છે, જ્યારે વ્યાવહારિક ધર્મ દશ્ય હેઈ પરપ્રત્યેય છે. પારમાર્થિક ધર્મને સંબંધ ન હોય તો ગમે તેટલા જૂના અને બહુસંમત બધા જ ધર્મો વસ્તુતઃ ધર્માભાસ જ છે. આધ્યાત્મિક ધર્મ એ કોઈ એક વ્યકિતના જીવનમાંથી નાના-મોટા સ્ત્રોતરૂપે પ્રગટ થાય છે, અને તે આસપાસના ભાનવસમાજની ભૂમિકાને લાવિત કરે છે. એ સ્ત્રોતનું બળ કે પ્રમાણ ગમે તેટલું હોય, છતાં તે સામાજિક જીવનની ભૂમિકાને અમુક અંશે જ આર્ટ કરે છે. ભૂમિકાની એ અધૂરી ભીનાશમાંથી અનેક કીટાણુ જન્મે છે, અને તે પિતાની આધારભૂત ભૂમિકાને જ ભરખે છે. એવામાં વળી કોઈ બીજી વ્યક્તિમાં ધર્મને સ્ત્રોત ઉદ્ભવે છે, અને તે પ્રથમના કીટાણુજન્ય સડાને ધોઈ નાખવા મથે છે. આ બીજો સ્ત્રોત પ્રથમના સ્ત્રોત ઉપર બાઝેલી લીલને ધોઈ નાખી જીવનની ભૂમિકામાં વધારે ફલદાયી કાપ મૂકે છે. વળી એ કાંપના બીજા થર ઉપર લીલ જામે છે, અને ક્યારેક કાલક્રમે ત્રીજી વ્યક્તિમાં પ્રભવેલ ધર્મસ્ત્રોત એનું માર્જન કરી નાખે છે. આવી રીતે માનવજીવનની ભૂમિકા પર ધર્મોતનાં અનેક વહેણે વહેતાં રહે છે, અને એ રીતે ભૂમિકા વિશેષને વિશેષ યોગ્ય તેમ જ ફળદ્રુપ બનતી જાય છે. ધર્મોતનું પ્રકટીકરણ એ કોઈ એક દેશ કે એક જાતિની પૈતૃક સંપત્તિ નથી. એ તે માનવજાતિરૂપ એક વૃક્ષની જુદી જુદી શાખા પર ઉ૬ભવનાર સુફળ છે. તેને પ્રભાવ વિરલ વ્યક્તિમાં હોય છે ખરે, પણ તે દ્વારા સમુદાયમાં અમુક અંશે વિકાસ અવશ્ય થાય છે. તે જ રીતે ધર્મની આકર્ષકતા, તેની પ્રતિષ્ઠા અને તેના નામ નીચે બધું જ સારું-નરસું કરવાની શક્યતા, તેમ જ નરસાને ત્રાણ આપવાની એની શક્તિ, એ બધાં બળેને લીધે માનવસમુદાયમાં અજ્ઞાન ને વાસનાજન્ય અનેક ભયસ્થાને પણ ઊભાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy