SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ] દર્શન અને ચિંતન. એ બને તહેવારે પાછળ જૈન પરંપરામાં માત્ર એ એક જ ઉદેશ રાખવામાં આવ્યા છે. લાંબા તહેવારમાં ખાસ છ અઠ્ઠાઈએ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે, તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. સાંવત્સરિક એ જેનું વધારેમાં વધારે આદરણીય પર્વ છે. એનું કારણ એ છે કે જૈન ધર્મની મૂળ ભાવના જ એ પર્વમાં ઓતપ્રેત થયેલી છે. જૈન એટલે જીવનશુદ્ધિનો ઉમેદવાર. સાંવત્સરિક પર્વને દિવસે જીવનમાં એકત્ર થયેલ મેલ બહાર કાઢવાનો નિર્ધાર કરવામાં આવે છે. એ પર્વને દિવસે બધા નાનામોટા સાથે તાદાત્ય સાધવાનું અને જેના જેનાથી અંતર વિખૂટું પડ્યું હોય તેની તેની સાથે અંતર સાંધવાનું અર્થાત દિલ. ચોખ્ખું કરવાનું ફરમાન છે. જીવનમાંથી મેલ કાઢવાની ઘડી એ જ તેની સર્વોત્તમ ધન્ય ઘડી છે અને એવી ઘડી મેળવવા જે દિવસ ના હોય તે. દિવસ સૌથી વધારે શ્રદ્ધેય લેખાય તેમાં નવાઈ નથી. સાંવત્સરિક પર્વને કેંદ્રભૂત માની તેની સાથે બીજા સાત દિવસે ગઠવવામાં આવ્યા છે, અને એ આઠે દિવસ આજે પજુસણ કહેવાય છે. શ્વેતાબરના બન્ને ફિરકાઓમાં એ. અઠવાડિયું પજુસણ તરીકે જ જાણીતું છે અને સામાન્ય રીતે બન્નેમાં એ અઠવાડિયું એકસાથે જ શરૂ થાય છે અને પૂરું પણ થાય છે, પણ દિગંબર સંપ્રદાયમાં આને બદલે દશ દિવસે માનવામાં આવે છે અને પજુસણને બદલે એને દશલક્ષણું કહેવામાં આવે છે, તથા એને સમય પણ શ્વેતાંબર પરંપરા કરતાં જુદો છે. શ્વેતાંબરેન પજુસણ પૂર્ણ થયાં કે બીજા દિવસથી. જ દિંગબરોની દશલક્ષણી શરૂ થાય છે. જૈન ધર્મના પાયામાં ત્યાગ અને તપની ભાવના મુખ્ય હેવાથી એમાં ત્યાગી સાધુઓનું પદ મુખ્ય છે, અને તેથી જ જૈન ધર્મનાં તમામ પર્વેમાં સાધુપદનો સંબંધ મુખ્ય ભાગ ભજવે છે. સાંવત્સરિક પર્વ એટલે ત્યાગી સાધુઓને વર્ષાવાસ નક્કી કરવાનો દિવસ, અને અંતર્મુખ થઈ જીવનમાં ડોકિયું મારી તેમાંથી મેલ ફેંકી દેવાને અને તેની શુદ્ધિ સાચવવાના નિર્ધારને દિવસ. આ દિવસનું મહત્ત્વ જેઈ ઋતુની અનુકૂળતા પ્રમાણે તેની સાથે ગોઠવાયેલા બીજા દિવસે પણ તેટલું જ મહત્ત્વ ભોગવે છે. આ આઠે દિવસ કે જેમ બને તેમ ધધધા ઓછો કરવા, ત્યાગ-તપ વધારવાને, જ્ઞાન, ઉદારતા આદિ સદ્ગુણો પોષવાને અને એહિક, પારલૌકિક કલ્યાણ થાય એવાં જ કામો કરવા પ્રયત્ન કરે છે. દરેક જૈનને વારસામાંથી જ પર્યુષણના એવા સંસ્કાર મળે છે કે તે દિવસોમાં પ્રપંચથી નિવૃત્તિ મેળવી બને તેટલું વધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy