________________
આજના સાધુઓ નવીન માનસને દેરી શકે ?
[ ૧૮ ] યુરોપમાં ગેલિલિયો વગેરે વૈજ્ઞાનિકેએ જ્યારે વિચારની નવીન દિશા ખુલ્લી મૂકી અને બ્રુને જેવા ખુદ પાદરીના પુત્રએ ધર્મચિંતનમાં સ્વતંત્રતા દાખવી ત્યારે તેમની સામે કોણ હતા ? એ પ્રશ્નના ઉત્તરમાં ત્યાંના પિપ અને ધર્મગુરુઓ જ આપણી સામે આવે છે. બાઈબલની જૂની ઘરેડ, વિચારની નવીનતા અને સ્વતંત્રતા જ્યારે સાંખી ન શકી ત્યારે જડતા અને વિચાર વચ્ચે ઠંદ શરૂ થયું. અંતે જડતાએ પિતાનું અસ્તિત્વ સલામત રાખવા એક જ માર્ગ અવલંબે અને તે એ કે ધર્મગુરુઓએ કે પિપોએ પિતાના ધર્મની મર્યાદા માત્ર બાઈબલના ગિરિવચન પૂરતી અને બની શકે ત્યાં સેવાક્ષેત્ર પૂરતી આંકી વિજ્ઞાન અને શિક્ષણનાં નવીન બળને દોરવાનું અસામર્થ્ય તેઓએ પિતામાં જોયું; અને તરત જ તેમણે પિતાનું કાર્યક્ષેત્ર સંકુચિત કરી નવા જમાનાને બાધક થવાની આત્મઘાતક પ્રવૃત્તિમાંથી મુક્તિ મેળવી પિતાનું અને નવીન વિકાસનું અસ્તિત્વ બચાવી લીધું.
યુરોપમાં જે જમાનાઓ પૂર્વે શરૂ થયું અને છેવટે થાળે પડયું તેની -શરૂઆત આજે આપણે હિન્દમાં જોઈએ છીએ; અને એ શરૂઆત પણ ખાસ કરી જૈન સમાજમાં જોઈએ છીએ. હિન્દુસ્તાનમાં બીજા સમાજોની વાત કરે રાખી માત્ર વૈદિક કે બ્રાહ્મણ સમાજની વાત લઈ જરા વિચારીએ. વૈદિક સમાજ કડોની સંખ્યા ધરાવનાર એક વિશાળ હિન્દુ સમાજ છે. એમાં ગુરુપદે ગૃહસ્થ બ્રાહ્મણે ઉપરાંત ત્યાગી સંન્યાસીઓ પણ હોય છે. એ ગુઓની સંખ્યા લાખમાં જાય છે. જ્યારે હિન્દુ સમાજમાં નવશિક્ષણ "દાખલ થયું ત્યારે એમાં પણ ત્યાગી અને ગૃહસ્થ ગુરુઓ ખળભળ્યા. એ ખળભળાટ કરતાંય વધારે વેગે નવશિક્ષણ પ્રસરવા લાગ્યું. એણે પિતાને માર્ગ નવી રીતે શરૂ કર્યો. જે ગૃહસ્થ બ્રાહ્મણ પંડિત શાસ્ત્રજ્ઞાનને બળે અને પરંપરાને પ્રભાવે ચારે વર્ણના એકસરખા માન્ય ગુરુપદે હતા અને - જેમની વાણી ન્યાયનું કામ આપતી તેમ જ વર્ણ અને આશ્રમોના કાળજૂના ચીલાઓની બહાર પગ મૂકવામાં પાપને ભય બતાવતી તેમ જ પ્રાયશ્ચિત્તનું રક્ષણ આપતી, તે જ ધુરંધર પંડિતના સંતાનોએ નવીન શિક્ષણ લઈ અને પિનાના વડીલે સામે થઈ જ્યાં રસ્તે ન મળે ત્યાં બ્રહ્મસમાજ, આર્યસમાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org