________________
તથાગતની વિશિષ્ટતાને મર્મ શકાય એવી બાબત ઉપર જ ભાર, એ બે તત્વોએ બૌદ્ધ ધર્મની આકર્ષકતામાં વધારેમાં વધારે ભાગ ભજવ્યો છે, અને એની અસરને પડઘો ઉત્તરકાલીન વૈદિક, જૈન આદિ પરંપરાના સાહિત્યે પણ ઝીલ્યો છે.
એક વાર વૈદિક અને પૌરાણિકે જે બુદ્ધને અવગણવામાં કૃતાર્થતા માનતા તે જ વૈદિક અને પૌરાણિકએ બુદ્ધને વિષ્ણુના એક અવતાર લેખે સ્થાન આપી બુદ્ધના મોટા ભારતીય અનુયાયીવર્ગને પોતપોતાની પરંપરામાં સમાવી લીધું છે, એ શું સૂચવે છે? એક જ વાત અને તે એ કે તથાગતની વિશેષતા ઉપેક્ષા ન કરી શકાય એવી મહતી છે.
બુદ્ધની જે જે વિશેષતા પરત્વે ઉપર સામાન્ય સૂચન કરવામાં આવ્યું છે તે તે વિશેષતા સ્પષ્ટપણે દર્શાવતા પાલિપિટકમાંના થોડાક ભાગો નીચે સારરૂપે ટૂંકમાં આપું છું, જેથી વાચકોને લેખમાં કરેલી સામાન્ય સૂચનાની દઢ પ્રતીતિ થાય, અને તેઓ પોતે જ તે વિશે સ્વતંત્ર અભિપ્રાય બાંધી શકે.
એક પ્રસંગે ભિક્ષુઓને ઉદ્દેશી બુદ્ધ પિતાના ગૃહત્યાગની વાત કરતાં કહે છે કે, “ભિક્ષુઓ! પોતે બધિજ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાં જ્યારે ઘરમાં હતો ત્યારે મને એક વાર વિચાર આવ્યો કે હું પોતે જ જરા, વ્યાધિ અને શક સ્વભાવવાળી પરિસ્થિતિમાં બદ્ધ છું, અને છતાંય એવી જ પરિસ્થિતિવાળા કુટુંબીજનો અને બીજા પદાર્થોની પાછળ પડ્યો છું, તે ય નથી; તેથી હવે પછી હું અજર, અમર, પરમપદની શોધ કરું તે યંગ્ય છે. આવા વિચારમાં કેટલેક સમય વીત્યું. ભરજુવાનીમાં આવ્યો. મારા માતા-પિતા આદિ વડીલે મને મારી શોધ માટે ઘર છોડી જવાની કોઈ પણ રીતે અનુમતિ આપતા નહિ. છતાં મેં એક વાર એ બધાંને રડતાં મૂક્યાં અને ઘર છોડી, પ્રજિત થઈ ચાલી નીકળ્યો.”
બીજે પ્રસંગે એક અગ્નિવેસ્સન નામે ઓળખાતા સચ્ચક નામના નિર્ચન્ય પંડિતને ઉદ્દેશી પ્રવજ્યા પછીની પિતાની સ્થિતિ વર્ણવતાં તેઓ કહે છે કે,
હે અગિસ્સન, મેં પ્રવજ્યા લીધા પછી શાંતિમાર્ગની શોધ પ્રારંભી. હું પહેલાં એક આળાર કાલામ નામના યોગીને મળ્યો. મેં તેના ધમપંથમાં દાખલ થવાની ઈચ્છા દર્શાવી, અને તેણે મને સ્વીકાર્યો. હું તેની પાસે રહી, તેના બીજા શિષ્યની પેઠે, તેનું કેટલુંક તત્ત્વજ્ઞાન શીખે. તેના બીજા શિષ્યની પેઠે હું પણ એ પિપટિયા વાદવિવાદના જ્ઞાનમાં પ્રવીણ થયે, પણ મને એ છેવટે ન રુચ્યું. મેં એક વાર કાલામને પૂછયું કે તમે તત્ત્વજ્ઞાન મેળવ્યું છે તે માત્ર શ્રદ્ધાથી તે મેળવ્યું નહિ હોય ! એના સાક્ષાત્કારનો તમે જે માર્ગ આચર્યો હોય તે જ મને કહે. હું પણ માત્ર શ્રદ્ધા પર ન ચાલતાં તે માર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org