SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર્મ અને પંથ પહેલામાં એટલે ધર્મમાં અંતર્દર્શન હોય છે, એટલે તે આત્માની', અંદરથી ઊગે છે અને તેમાં જ ડોકિયું કરાવે છે કે તે તરફ જ માણસને વાળે છે; જ્યારે બીજામાં એટલે પંથમાં બહિર્દર્શન હોય છે, એટલે તે બહારના વાતાવરણમાંથી જ અને દેખાદેખીમાંથી જ આવેલ હોય છે, તેથી બહાર જ નજર કરાવે છે અને માણસને બહારની બાજુ જોવામાં જ રેકી રાખે છે. ધર્મ એ ગુણજીવી અને ગુણાવલંબી હોવાથી તે આત્માના ગુણો ઉપર જ રહેલું હોય છેજ્યારે પંથ એ રૂપજીવી અને રૂપાવલંબી હોવાથી. તેનો બધો આધાર બહારના રૂપરંગ અને ડાકડમાળ ઉપર હોય છે. તેથી તે પહેરવેશ, કપડાને રંગ, પહેરવાની રીત, પાસે રાખવાનાં સાધનો અને ઉપકરણોની ખાસ પસંદગી અને આગ્રહ કરાવે છે. પહેલામાં એકતા અને અભેદના ભાવો ઊઠે છે અને સમાનતાની ઊર્મિઓ ઊછળે છે; જ્યારે બીજામાં ભેદ અને વિષમતાની તરાડો પડતી અને વધતી જાય છે. એટલે પહેલામાં માણસ બીજા સાથે પોતાને ભેદ ભૂલી અભેદ તરફ જ ખૂકે છે, અને બીજાના દુઃખમાં પિતાનું સુખ વીસરી જાય છે; અથવા એમ કહો કે એમાં એને પિતાનાં જુદાં સુખ-દુઃખ જેવું કાંઈ તત્ત્વ જ નથી હોતું; જ્યારે પંથમાં માણસ પોતાની અસલની અભેદ ભૂમિને ભૂલી ભેદ તરફ જ વધારે અને વધારે મૂકતા જાય છે અને બીજાનું દુઃખ એને અસર નથી કરતું, પિતાનું સુખ એને ખાસ લલચાવે છે, અથવા એમ. કહો કે એમાં માણસનાં સુખ અને દુઃખ સૌથી છૂટાં જ પડી જાય છે. એમાં માણસને પોતાનું અને પારકું એ બે શબ્દ ગેલે અને પગલે યાદ આવે છે. પહેલામાં સહજ નમ્રતા હોવાથી એમાં માણસ લઘુ અને હલકે દેખાય છે. તેમાં મોટાઈ જેવી કોઈ વસ્તુ જ નથી હોતી અને ગમે તેટલી ગુણસમૃદ્ધિ કે ધનસમૃદ્ધિ છતાં તે હમેશને માટે સૌ કરતાં પિતાને નામે જ દેખે છે; કારણ કે, ધર્મમાં બ્રહ્મ એટલે સાચા જીવનની ઝાંખી થવાથી તેની વ્યાપકતા, સામે માણસને પિતાની જાત અલ્પ જેવી જ ભાસે છે, જ્યારે પંથમાં એથી ઊલટું છે. એમાં ગુણ કે વૈભવ ન પણ હોય છતાં માણસ પિતાને બીજાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy