SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને પથે [ ૩૭ મેટ માને છે અને તેમ મનાવવા યત્ન કરે છે. એમાં નમ્રતા હોય તે તે બનાવટી હોય છે અને તેથી તે માણસને મેટાઈને જ ખ્યાલ પૂરો પાડે છે. એની નમ્રતા એ મેટાઈને માટે જ હોય છે. સાચા જીવનની ઝાંખી ન હોવાથી અને ગુણની અનન્તતાનું તેમ જ પિતાની પામરતાનું ભાન ન હોવાથી પંથમાં પડેલે ભાણસ પિતામાં લઘુતા અનુભવી શકતું જ નથી, માત્ર તે લઘુતા દર્શાવ્યા કરે છે. - ધર્મમાં દષ્ટિ સત્યની હોવાથી તેમાં બધી બાજુ જોવા-જાણવાની ધીરજ અને બધી જ બાજુઓને સહી લેવાની ઉદારતા હોય છે. પંથમાં એમ નથી હોતું. તેમાં દષ્ટિ સત્યાભાસની હોવાથી તે એક જ અને તે પણ પિતાની બાજુને સર્વ સત્ય માની બીજી બાજુ જોવા-જાણવા તરફ વલણ જ નથી આપતી, અને વિધી બાજુઓને સહી લેવાની કે સમજી લેવાની ઉદારતા પણ નથી અર્પતી. ધર્મમાં પોતાનું દોષદર્શન અને બીજાઓના ગુણનું દર્શન મુખ્ય હોય છે, જ્યારે પંથમાં તેથી ઊલટું છે. પંથવાળે માણસ બીજાના ગુણ કરતાં દે જ ખાસ જોયા તેમ જ ગાયા કરે છે, અને પિતાના દોષો કરતાં ગુણ જ વધારે જોયા તેમ જ ગાયા કરે છે, અથવા તે એની નજરે પિતાના દે ચડતા જ નથી. ધર્મગામ કે ધર્મનિટ માણસ પ્રભુને પિતાની અંદર જ અને પિતાની આસપાસ જ જુએ છે. તેથી તેને ભૂલ અને પાપ કરતાં પ્રભુ જોઈ જશે એવો ભય લાગે છે, તેની શરમ આવે છે; જ્યારે પંચગામી માણસને પ્રભુ કાં તે જેરૂસલેમમાં, કાં તો મકકા-મદીનામાં, કાં તો બુદ્ધગયા કે કાશીમાં અને કાં તો શત્રુંજય કે અષ્ટાપદમાં દેખાય છે અથવા તે વૈકુંઠમાં કે મક્તિસ્થાનમાં હોવાની શ્રદ્ધા હોય છે. એટલે તે ભૂલ કરતાં પ્રભુથી પિતાને વેગળો માની, જાણે કઈ જાણતું જ ન હોય તેમ, નથી કોઈથી ભય ખાતો કે નથી શરમાતો. એને ભૂલનું દુ:ખ સાલતું જ નથી અને સાલે તે ફરી ભૂલ ન કરવાને માટે નહિ. ધર્મમાં ચારિત્ર ઉપર જ પસંદગીનું ધોરણ હોવાથી તેમાં જાતિ, લિંગ, ઉમર, ભેખ, ચિહ્નો, ભાષા અને બીજી તેવી બહારની વસ્તુઓને સ્થાન જ નથી, જ્યારે પંથમાં એ જ બાહ્ય વસ્તુઓને સ્થાન હોય છે. કઈ જાતિનો? પુરુષ કે સ્ત્રી? કઈ ઉમરનો ? વેશ શો છે? કઈ ભાષા બોલે છે ? અને કઈ રીતે ઊઠે કે બેસે છે?—એ જ એમાં જોવાય છે; અને એની મુખ્યતામાં ચારિત્ર બાઈ જાય છે. ઘણી વાર તે લેકે માં જેની પ્રતિષ્ઠા ન હોય એવી જાતિ, એવું લિંગ, એવી ઉમર કે એવા વેશ કે ચિહ્નવાળામાં જે ખાસું ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy