________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેના ઉપયોગ
( ૩૬૭ શિક્ષકો, શિક્ષણસ્થાનો અને શિક્ષણના વિષયે એ જ એ ગૂંચનું કારણ છે.
જો શિક્ષકે સાચા ઋષિ હય, શિક્ષકના વિષયે જીવનસ્પશી હેય અને તેનાં સ્થાને પણ મેહક ન હોય તે સહશિક્ષણને કઠણ દેખાતે કેયડે જૂના આશ્રમોના જમાનાની પેઠે આજે પણ સહેલ લાગે. એ જ ન્યાયે એક વાતારણમાં જે દીક્ષા સહેલાઈથી સફળ થઈ શકતી તે જ દીક્ષા આજના તદ્દન વિરોધી વાતાવરણમાં, ભારે પ્રયત્ન છતાં, સફળ બનાવવી લગભગ અશક્ય થઈ ગઈ છે. મનુષ્યનું શરીર, તેનું મન અને એને વિચાર એ બધું વાતાવરણનું સ્થળ અને સૂક્ષ્મ રૂપ જ છે. આજના ત્યાગીઓના વાતાવરણમાં જઈ આપણે જોઈએ તે આપણને જેવા શું મળે? ફક્ત એક વાર અને તે પણ ત્રીજે પહેરે આહાર લેવાને બદલે, આજે સૂર્યના ઉદયથી અસ્ત સુધીમાં રસોંદિયને કંટાળો આવે એટલી વાર અને એવી વાનીઓ લેવાતી જોવાય છે. જાણે કેમે કરી વખત જતો જ ન હોય તેમ દિવસે કલાકૅના કલાક સુધી નિદ્રાદેવી સત્કારાતી જોવાય છે. અમુકે તે કર્યું અને અમુકે પેલું કર્યું, મેં આ કર્યું અને પિલું કર્યુંઅમુક આવો છે અને પેલે તેવો છે—એ જ આજને મુખ્ય સ્વાધ્યાય છે. બાર અંગનું સ્થાન અગિયારે લીધું અને અગિયારનું સ્થાન આજના વાતાવરણમાં છાપાંઓએ-ખાસ કરી ખંડનમંડનનાં અને એકબીજાને ઉતારી પાડનારાં છાપાંઓએ–લીધેલું છે. પિસ્ટ, પાર્સલ અને બીજી તેવી જરૂરિયાતની ચીજોના ઢગલાઓ તળે બુદ્ધિ, સમય અને ત્યાગ એવાં દબાઈ ગયેલાં દેખાય છે કે તે માથું જ રોચકી શકતાં નથી. જિજ્ઞાસાનું વહેણ એકબીજાના વિરોધી વર્ગના દોષોની શોધમાં વહે છે. જગતમાં શું નવું બને છે, શું તેમાંથી આપણે મેળવવા જેવું છે, કયાં બળ આપણે ફેંકી દેવા જેવાં છે, અને કયાં બળ પચાવ્યા સિવાય આજે ત્યાગને જીવવું કઠણ છે, આપણે ક્યાંથી ક્યાં આવ્યા છીએ, અને ક્યાં બેસીને શું કરી રહ્યા છીએ, આજના મહાન પુરુષો અને સંત કોણ છે, તેમની મહત્તા અને સંતપણાનાં શાં કારણ છે, આજે જે મહાન વિદ્વાન અને વિચારક ગણાય છે અને જેને આપણે પોતે પણ તેવા માનીએ છીએ તે શા કારણે– એ બધું જેવાજાણવાની અને વિચારવાની દિશા તે આજના ત્યાગી વાતાવરણમાં લગભગ બંધ થઈ ગયા જેવી છે. આજને કોઈ સાધુ દુનિયામાં સૌથી મહાન ગણાતા અને હજારે ભાઈલથી જેને જેવા, જેની સાથે વાતચીત કરવા, હજારે માણસો, લાખ રૂપિયા ખર્ચ કરી આવે છે એવા સાબરમતીના સંત પાસે જઈ શકે એવું વાતાવરણ છે ખરું? મળવાની ચર્ચા કરવાની અને કાંઈક મેળવવાની અથવા આપવાની વૃત્તિવાળે આજનો કોઈ સાધુ ગાંધીજી, નહેર કે પટેલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org