________________
વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ
[ ૩૧૧ થતી જ નથી, જ્યારે શ્વેતામ્બરીય માનસ પ્રથમથી જ ઉદાર રહ્યું છે. આના પુરાવાઓ આપણે સાહિત્યરચનામાં જોઈએ છીએ. એક પણ દિગંબર વિદ્વાન એવો નથી જાણો કે જેણે બ્રાહ્મણ-બૌદ્ધ ગ્રન્થ ઉપર લખવાની વાત તે બાજુએ રહી, પણ શ્વેતાંબરીય આગમિક સાહિત્ય કે બીજા કોઈ દાર્શનિક કે તાર્કિક શ્વેતામ્બરીય સાહિત્ય ઉપર કાંઈ લખ્યું હોય. તેથી ઊલટું, દિગંબર પરંપરાનું પ્રબળ ખંડન કરનાર અનેક સાંપ્રદાયિક શ્વેતાંબરીય આચાર્યો અને ગંભીર વિદ્વાને એવા થયા છે કે જેમણે દિગમ્બરીય ગ્રન્થો ઉપર આદર સાથે મહત્ત્વપૂર્ણ ટીકાઓ લખી છે. એટલું જ નહિ, પણ પુસ્તકસંગ્રહની દષ્ટિએ પણ દિગંબર પરંપરાનું માનસ શ્વેતાંબર પરંપરાના માનસ કરતાં પ્રથમથી જ ભારે સંકીર્ણ રહ્યું છે. એના પુરાવાઓ જુના વખતથી અત્યાર લગીના બંને ફિરકાઓના પુસ્તકભંડારની યાદીમાં પદે પદે નજરે પડે છે. આ બધું હું કઈ એક પરંપરાના અપકર્ષ કે બીજી પરંપરાના ઉત્કર્ષની દૃષ્ટિએ નથી લખત; કારણ કે, મારા આ લખાણમાંથી જે પરંપરા પિતાને ઉત્કર્ષ ફલિત કરી બીજાના અપકર્ષમાં જ રાચવા માગે તે પરંપરાને પણ બીજી બાબતોમાં સપ્રમાણુ અપકર્ષ બતાવી શકાય. મારું પ્રસ્તુત લેખન માત્ર સમત્વની દષ્ટિએ છે. એમાં ઊણપને ઊણપ માનવા જેટલું સ્થાન છે, પણ કઈ પ્રત્યે અવગણના કે લઘુત્વદૃષ્ટિ પિષવા સ્થાન નથી.
ચિરકાળથી પિવાયેલ ફિરકાવાસિત માનસને બદલાનું કામ નદીના પ્રવાહને બદલવા જેવું એક રીતે અઘરું છે, તેમ છતાં એ અશક્ય નથી. વર્તમાન સમયના વિદ્યા અને જિજ્ઞાસાનાં બળે ઈષ્ટ દિશામાં પુરજોશથી પ્રેરી રહ્યાં છે. જે કાર્ય ભારે ભાગ આપ્યા પછી અગર બદલે વાળી ન શકાય એવી હાનિ ઉઠાવ્યા પછી કરવું જ પડે તે કામ પ્રથમથી ચેતી વખતસર કરવામાં આવે તે એમાં મનુષ્યત્વની શેભા છે. હું એમ માનું છું કે એક પણ ક્ષણને વિલંબ કર્યા સિવાય સ્થાનકવાસી ફિરકાએ પિતાની ગત ભૂલ સુધારી આગળ વધવું જોઈએ, અને હું એમ પણ માનું છું કે સમર્થ તેમ જ નિર્ભય શુદ્ધ વિદ્યોપાસક દિગંબર વિદ્વાનોએ વારસાગત માનસ બદલી, દિગંબર જ કાયમ રહ્યા છતાં, વીરપરંપરાને પ્રમાણમાં વિશેષ અને અખંડપણે વ્યક્ત કરનાર આગમિક તેમ જ પંચાંગી સાહિત્યનું અવલેકન કરી તેને પિતાની પરંપરાના સાહિત્ય સાથે મેળ બેસાડે અગર તે દ્વારા પિતાના સાહિત્યની પૂતિ કરવી. એમ ન કરતાં જેમ તેઓ અત્યાર લગી એકદેશીય રહ્યા છે તેમ રહેશે તે તેમને વાસ્તે કઈ વ્યાપક કે સાર્વજનિક ક્ષેત્રમાં વરપરંપરાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org