________________
[ ૫૯
ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા
દરેક દેશમાં પિતાને આસ્તિક માનનાર–મનાવનાર વર્ગ, ચાર્વાક જેવા કેવળ ઈહલકવાદી અગર માત્ર પ્રત્યક્ષસુખવાદી લેકેને કહેતે આવ્યો છે કે, તમે નાસ્તિક છે, કારણ, તમે વર્તમાન જન્મની પેલી પાર કેઈનું અસ્તિત્વ માનતા ન હોવાથી કર્મવાદ અને તેમાંથી ફલિત થતી બધી નૈતિક-ધાર્મિક જવાબદારીઓનો ઇન્કાર કરે છે. તમે માત્ર વર્તમાન જીવનની અને તે પણ પિતાના જ જીવનની સગવડિયા ટૂંકી દૃષ્ટિ ધરાવનાર હોઈ સામાજિક અને આધ્યાત્મિક દીર્ધદર્શિતાવાળાં જવાબદારીનાં બંધનોની ઉપેક્ષા કરે છે, તેને ઇન્કાર કરે છે અને તેમ કરી માત્ર પારલૌકિક જ નહિ પણ અહિક જીવન સુધ્ધાંની સુવ્યવસ્થાને ભંગ કરે છે. વાસ્તે તમારે માત્ર આધ્યાત્મિક હિત ખાતર જ નહિ, પણ લૌકિક અને સામાજિક હિત ખાતર પણ નાસ્તિકતામાંથી બચી જવું જોઈએ. આ પ્રકારને આસ્તિક ગણાતા વર્ગને, માત્ર પ્રત્યક્ષવાદી ચાર્વાક જેવા લેકે પ્રત્યે આક્ષેપ અગર ઉપદેશ છે, એ વાત સૌ. કઈ જાણે છે. આ ઉપરથી કર્મસિદ્ધાન્તવાદી કહો, આત્મવાદી કહે અગર, પરલોકવાદી કહે, તેમને શે સિદ્ધાન્ત છે તે આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે. સિદ્ધાન્તવાદીએ વ્યવહારને લંગડે ન કરવો ઘટે
કર્મવાદીને સિદ્ધાન્ત એ છે કે જીવન એ માત્ર વર્તમાન જન્મમાં જ પૂરું નથી થતું; એ તે પહેલાં પણ હતું અને આગળ પણ ચાલવાનું. કઈ પણ સારું કે નરસું, સ્થૂલ કે સૂક્ષ્મ, શારીરિક કે માનસિક એવું પરિણામ જીવનમાં નથી ઉદ્ભવતું કે જેનું બીજ તે વ્યક્તિએ વર્તમાન કે પૂર્વ જન્મમાં વાવ્યું ન હોય.
એવું એક પણ સ્કૂલ કે સૂક્ષ્મ, માનસિક, વાચિક કે કાયિક કર્મ નથી કે જે આ કે પર જન્મમાં પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય વિલય પામે. કર્મવાદીની દષ્ટિ દીધું એટલા માટે છે કે તે ત્રણે કાળને સ્પર્શે છે; જ્યારે ચાર્વાકની દૃષ્ટિ દીર્ધ નથી, કેમકે તે માત્ર વર્તમાનને સ્પર્શે છે. કર્મવાદની આ દીર્ધ દૃષ્ટિ સાથે તેની વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક કે વિશ્વીય જવાબ-- દારીઓ અને નૈતિક બંધનોમાં, ચાર્વાકની અલ્પ દષ્ટિમાંથી ફલિત થતી જવાબદારીઓ અને નૈતિક બંધન કરતાં, મોટો ફેર પડી જાય છે. જે આ ફેર બરાબર સમજવામાં આવે અને તેનો અંશ પણ જીવનમાં ઊતરે તે તે. કર્મવાદીઓનો ચાર્વાક પ્રત્યે આક્ષેપ સાચે ગણાય અને ચાર્વાકના ધર્મય કરતાં કર્મવાદીનું ધર્મય ઉન્નત અને ગ્રાહ્ય છે એમ જીવનવ્યવહારથી બતાવી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org