________________
પુનઃ પંચાવન વર્ષે--
[૫૬૫ મળેલ હાર અને હાથી લઈ લેવાની કેણિકની જીદ હતી. પેલા બન્ને ભાઈઓ માતામહ ચેટકને શરણે ગયા. શરણાગતની રક્ષાને ક્ષત્રિયધર્મ માની ચેટકે કેણિકને નમતું ન આપ્યું, અને છેવટે યુદ્ધમાં તે મૃત્યુને પણ ભેટયો. આમ એક જ લેહીના સગાઓ વચ્ચેના યુદ્ધની આ કથામાં માત્ર એટલું જ નથી; તે ઉપરાંત પણ કાંઈક છે, અને તે એ કે કેણિક ઔરંગઝેબની પેઠે પિતાના પિતા બિંબિસારને કેદ કરે છે અને છેવટે તેને જ નિમિત્તે તેનું મૃત્યુ પણ થાય છે. જે કાળે ચોમેર ત્યાગ અને અર્પણનું દેવી મજું આવેલું તે જ કાળે નજીવી ગણાતી ચીજ માટે ખૂનખાર લડાઈ લડાવાનું આસુરી મજું પણ વિદ્યમાન હતું. મનુષ્યસ્વભાવ ઘણાં પાસાંથી ઘડાયો છે. એમાંના આસુરી પાસાનું જે દર્શન વ્યાસે મહાભારતમાં કૌરવ–પાંડવના યુદ્ધ દ્વારા કરાયું છે તે જ પાસાનું દર્શન આ વાર્તામાં પણ થાય છે.
જેમ કલિંગના મહાહત્યાકારી વિજય બાદ અશોકને ભાન પ્રગટયું કે એ વિજય ખરા વિજય નથી, એ તે ઊલટો પરાજય છે, તેમ જે હાથી મેળવવા કેણિક મહાન યુદ્ધ શરૂ કરેલું તે યુદ્ધ જીતવા તેને પિતાને જ તે હાથી મારવાનો અકલ્પિત પ્રસંગ આવ્યો! જોકે કેણિક યુદ્ધ જીત્યો ખરે, પણ એને એ વસવસો જ રહ્યો કે તે પોતે આટલા સંહારને અંતે ખરી રીતે છે કે હાર્યો? વ્યાસે મહાભારતના યુદ્ધને વર્ણવી છેવટે તે એ જ - દર્શાવ્યું છે કે જીતનાર પાંડ પણ અંતે હાર્યા જ છે; યુદ્ધના દેખીતા વિજ્યમાં પણ મોટી હાર જ સમાયેલી હોય છે. કોઈને એ હાર તત્કાળ સૂઝે તો કોઈને કાળ જતાં! અને આ વસ્તુ આપણે આજકાલ લડાયેલી છેલ્લી બે મહાન લડાઈઓમાં પણ જોઈ છે. અશોક યુદ્ધવિજયને વિજય ન ગણી ધર્મવિજયને જ વિજ્ય તરીકે પિતાના શાશ્વત શાસનમાં દર્શાવે છે, તે યુદ્ધની સૈકાલિક નિરર્થકતાને દર્શાવતું એક સત્ય છે. માનવજાત આ સમજણ નહિ પામે ત્યાં લગી સત્તા અને શક્તિ દ્વારા સંહાર થતો અટકવાનો નથી.
છેલી વાર્તા ભૂયરાજની છે. તેમાં પણ લાગણની ઉત્કટતા પૂરેપૂરી દેખાય છે. જ્યારે તે કામાંધ બને છે ત્યારે વિવેક સર્વથા છોડી દે છે, અને - જ્યારે તેને વેગ વિવેકભાનું વળે છે ત્યારે તે ક્ષણમાત્રમાં કામાંધતાથી મુક્ત
થઈ કર્તવ્યમાં સ્થિર થાય છે; તામસિક વૃત્તિનું ઉગ્ર માં સાત્વિકવૃત્તિમાં • બદલાઈ જાય છે. ભૂયરાજના હાથ કપાયા ને પાછી મહાકાળની ઉપાસના બાદ
સાજા થયા એ વસ્તુ ચમત્કારી દેખાય છે, પણ એ ચમત્કારની પાછળ ખરી - હકીકત કંઈક એવી હેવી જોઈએ કે જ્યારે ભૂયરાજ કર્તવ્યભ્રષ્ટ થયું ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org