________________
દર્શન અને ચિંતન - આ કથનને સાર એ છે કે નચિકેતા-યમ સંવાદ એ એક પ્રતિભાશીલ કવિએ જેલ કાલ્પનિક સંવાદ છે, પણ તે ધાર્મિક તેમ જ આધ્યાત્મિક જિજ્ઞાસાના ઉત્ક્રાંતિક્રમવાળા એક પુરાણ યુગવિશેષનું દૂબ ચિત્ર રજૂ કરે છે, જે કંઈક આવું છે –
સંસ્કારના ત્રણ થશે
વૈયક્તિક તેમ જ સામાજિક જીવનમાં સંસ્કારના ત્રણ થર છે : પહેલો થર મોટે ભાગે સર્વસાધારણ હોય છે, જેમાં પરંપરાગત રૂઢ બની ગયેલ વિવેકશન્ય ક્રિયાકાંડી પ્રણાલીઓ પ્રવર્તતી હોય છે. સામાન્ય રીતે મનુષ્ય એ જ થરમાં જન્મી તેમાં પિવાય છે ને ઊછરે છે. તેથી એ થર જીવનક્રમમાં પિતાસ્થાને છે. બીજે થર સત્ય, જિજ્ઞાસા અને વિવેકનો હેઈ પ્રથમ થરથી જુદો પડે છે, અને તે મનુષ્યને સપુષાર્થ વિના જંપવા દેતો નથી. તેથી તે પિતાથી જન્મેલ, પણ તેથી જુદી દિશામાં જતા પુત્રને સ્થાને છે. ત્રીજો
સ્તર સત્પક્ષાર્થની પૂર્ણ સિદ્ધિનો છે. તેથી તે સદ્ગસ્થાને છે અગર અંતરાત્માના પ્રાકટયને સ્થાને છે. વાજશ્રવાસ એવા પિતૃથરનાં, નચિકેતા પુત્રથરનાં અને યમ સદ્ગુરુ અગર અંતરાત્માથરનાં પ્રતીકમાત્ર છે.
- એ અનુભવ છે કે સામાન્ય માણસ રૂઢ અને સ્થૂળ સંસ્કારમાં જન્મી. તેનાથી પિષઈને પણ ક્યારેક સત્ય જિજ્ઞાસા અને સૂક્ષ્મ વિવેકની તાલાવેલી થી પૂર્વનું સંસ્કારચક્ર ભેદી આગળ વધે છે અને છેવટે કાં તે સગુરુ પાસેથી સત્યદર્શન પામે છે અને કાં તે ઉપરનું આવરણ સરી જતાં સ્વયમેવ અંતરાત્માની પ્રતીતિ કરે છે. સાધના અને ઉત્ક્રાંતિનો આ ક્રમ દર્શાવવો તે જ નચિકેતા ઉપાખ્યાનને હેતુ છે, એમ આખ્યાનનું મનન કરનારને જણાયા સિવાય નહિ રહે.
" શિષ્ય આચાર્ય પાસે જઈ ઉપનયન સંસ્કાર લઈ વિદ્યા મેળવે અને નો જન્મ પામે અગર જિવ સાધે એ ભાવ પણ આ આખ્યાનથી સૂચવાય છે. એ ગમે તેમ ઘટાવીએ, પણ દરેક દેશ, દરેક જાતિ અને કાળમાં લાગુ પડે એવો આ આખ્યાનનો ભાવ તે ટૂંકમાં એ જ છે કે માણસને જન્મથી જે સંસ્કાર વારસામાં મળ્યા હોય તેમાં જ રચ્યાપચ્યા ન રહેતાં - સત્યશોધ માટે પ્રાણાર્પણ કરવા સુધી કમર કસવી અને તે સિદ્ધ કરીને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org