________________
ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા
[૯]
કેળવણી સૂર્યના પ્રકાશ જેવી છે - કેળવણી એ સૂર્યના પ્રકાશ જેવી છે. એ માત્ર બીજી વસ્તુનો જ અંધકાર ખસેડી સતિષ નથી પડતી, પણુએ તે પિતાના ઉપરના અંધકારને પણ સાંખી નથી શકતી. ખરી વાત તો એ છે કે કેળવણું પિતાના સ્વરૂપ અને પિતાનાં બધાં જ અંગે વિષેની ભ્રમણાઓ કે અસ્પષ્ટતાએ સહી નથી શકતી–તેના આ એક જ બળને લીધે તે બીજા વિષયો ઉપર પણ પ્રકાશ ફેકી શકે છે. કુશળ ચિકિત્સક પિતાનું દરદ પ્રથમ જ પારખે છે, અને તેથી જ તે બીજાના રોગોની ચિકિત્સા અનુભવસિદ્ધ બળથી કરે છે. મેકોલેની પ્રસિદ્ધ મિનિટ પ્રમાણે હિન્દુસ્તાનમાં શરૂ થયેલ કારકુની અંગ્રેજી શિક્ષણ પ્રથમ પિતાના વિષેની ભ્રમણાઓ સમજવા ને દૂર કરવા માથું ઊંચક્યું અને સાથે સાથે એ જ શિક્ષણે ધર્મ, ઇતિહાસ, સમાજ, રાજકારણ આદિ બીજા શિક્ષણના વિષય ઉપર પણ નવી રીતે પ્રકાશ નાખવો શરૂ કર્યો. જે વિષયનું શિક્ષણ અપાવું શરૂ થાય છે તે જ વિષયની, એના શિક્ષણને લીધે વિચારણા જાગૃત થતાં, અનેક દૃષ્ટિએ પરીક્ષા પણ થવા લાગે છે.
જ્યાં અમે ત્યાં વિચારપરીક્ષા હેય જ
ધર્મને પિતા, એને મિત્ર અને એની પ્રજા એ બધું વિચાર જ છે. વિચાર નહોય તેમાં ધર્મની ઉત્પત્તિ ન જ સંભવે. ધર્મના જીવન અને પ્રસરણ સાથે વિચાર હોય જ છે. જે ધર્મ વિચાર ન પ્રગટાવે અને ન પિષે તે પિતાને આત્મા જ ગુમાવે છે, તેથી ધર્મ વિષે વિચારણું કે પરીક્ષા કરવી એ તેને જીવન આપવા બરાબર છે. પરીક્ષાની પણ પરીક્ષાઓ ચાલે તે પરિણામે એ લાભકારક જ છે. પરીક્ષાને પણ ભયનાં બંધનો સંભવે છે. જ્યાં આપખુદ સરકારી તંત્ર હોય અને કેળવણીની મીમાંસાથી એ તન્નને ધક્કો લાગવાનો સંભવ હોય ત્યાં એવી સમાલોચના સામે કાયદે અને પિલીસ જેલનું દ્વાર બતાવતાં ઊભાં હોય છે.
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org