________________
૧૯૪૩
દર્શન અને ચિંતન માટેનું પ્રાથમિક વિબનિવારણ માત્ર છે. હવે જે સ્વતંત્રતા ઠીક ઠીક રીતે પચાવી સિદ્ધ કરવી હોય તે સમજીને કે ધક્કા ખાઈને છેવટે સત્તાબળથી મુક્ત થયે જ છૂટકે છે. એનાથી મુક્ત થવું એટલે અમલદારે કે સત્તાધારીઓએ પ્રજાના દરેકેદરેક વર્ગ પ્રત્યે વિનમ્રભાવે વર્તવું; ધનિકેએ ધનનું ગુમાન ને ધનની એકાંગી દષ્ટિ છેડી સૌના કલ્યાણમાં તેને વિનિયોગ કરવો. ભણેલા. અને વિદ્યાસંપન્ન એવા વર્ગે અભણ કે નિરક્ષરને સાચી સમજણ આપવામાં પોતાની સરસ્વતીને ઉપયોગ કરે.
ખરી રીતે આ જ સ્વતંત્રતાને નક્કર પાવે છે. એ પાયા ઉપર ઊભી થયેલ સ્વતંત્રતાની ઈમારતને કોઈ શસ્ત્રબળ તોડી શકે તેમ છે જ નહિ.. શસ્ત્રની ગતિ અને શકિત એ સ્થળ ઉપર ચાલે છે; જ્યારે સત્યબળ એ એવું સ્થળ નથી. ધન, શરીર જાય તોય એ બળ કદી જતું કે ઘટતું નથી.. સ્વતંત્રતાની ઉજવણીના આ નવા વર્ષે આપણે એવા સત્યબળની ઉપાસના તરફ વળીએ.
–પ્રસ્થાન, ઓગસ્ટ, ૧૯૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org