________________
૫૪ ]
દર્શન અને ચિંતન કરવામાં ધર્મ લેખે છે. એટલે કે, ઘણું મતભેદના રીતરિવાજે કે પ્રથાઓના સમર્થન અગર વિરોધ પાછળ ઘણીવાર બન્ને પક્ષકારોની શુભ નિષ્ઠા પણ સંભવે છે. અશુદ્ધ નિષ્ઠાનાં દષ્ટાંત - એ તે જાણીતી જ વાત છે કે હજારો સ્વાર્થીઓ માત્ર પિતાની અંગત સ્વાર્થવૃત્તિ અને લોલુપ અશુભ નિકાને લીધે જ મંદિર કે તેવી બીજી સંસ્થાનું સમર્થન કરે છે, તીર્થોનાં માહાસ્ય ગાઈ માત્ર આજીવિકા ચલાવે છે. પિતાની બીજી કઈ સ્વાર્થવૃત્તિથી કે પ્રતિષ્ઠાના ભૂતના નિજી ભયથી પ્રેરાઈ, પિલી વિધવાના ભલાબૂરાનો વિવેક કર્યા સિવાય, માત્ર અશુભ નિષ્ઠાથી એના પુનર્લગ્નનું સમર્થન કરનાર પણ જડી આવે છે; જ્યારે એવી જ કે કદાચ એથીયે વધારે અશુભ વૃત્તિથી પુનર્લગ્નનું સમર્થન કરનાર પણ મળી આવે છે. મધમાંસ જેવા હેય પદાર્થોને પણ શુભ નિષ્ઠાથી, પ્રસંગવિશેષે ઉપયોગમાં લેવાને ધર્મ મનાય છે, જ્યારે અશુંભ નિષ્ઠાથી એને ત્યાગ કરવા-કરાવવામાં ધર્મ સિદ્ધ ન થવાના દાખલાઓ પણ આપી શકાય છે. કેઈ નિયમ ગણે કાળમાં એકસરખે આચારણીય રહી શકે ?
આ રીતે કોઈ પણ વૈયક્તિક, સામાજિક કે સાર્વજનિક નિયમ કે આચાર, પ્રથા કે રીતરિવાજ એ નથી કે જેને વિષે સમજદાર પ્રામાણિક માણસ એમ કહી શકે કે અમુક વ્યવહાર તે ત્રણે કાળમાં સૌને માટે માત્ર એકસરખી રીતે શુભ નિષ્ઠાપૂર્વક જ સંભવે છે અને અમુક વ્યવહાર તે અશુભ નિષ્ઠાપૂર્વક જ હોવાનો સંભવ છે. આટલા વિચારથી આપણે નિશ્ચયની પહેલી ભૂમિકા ઉપર આવી પહોંચ્યા કે કોઈ પણ બાહ્ય વ્રત-નિયમ, આચાર-વિચાર કે રીતરિવાજ એવો નથી કે જે સૌને માટે—સમાજને માટે અગર એક વ્યક્તિને માટે--હંમેશાં ધર્મરૂપ જ અગર અધમ રૂપ જ કહી શકાય. એવા વ્યાવહારિક ગણાતા ધર્મોનું ધર્મપણું કે અધર્મપણું એ માત્ર તે તે વ્યવહાર–આચરનારની નિષ્ઠા અને પ્રામાણિક સમાજ ઉપર અવલંબિત છે. શુભ નિષ્ઠાથી કેાઈના પ્રાણ બચાવવા માટે તેના ઉપર થતા શસ્ત્રાઘાતને રેકી પણ શકાય અને એથી પણ વધારે સારી શુભ નિષ્ઠાથી બીજી વખતે એના ઉપર એ જ શસ્ત્ર ચલાવી પણ શકાય. શુભ નિષ્ઠાથી કોઈના ઉપર શસ્ત્ર ચલાવવાની વાત તે જાણીતી જ છે, પણ તેથીયે વધારે અશુભ નિષ્ઠાથી તેને પાળનાર ને પિષનાર પણ હોય છે. સિંહ અને સર્પ જેવાને પાળી તેના સ્વાતન્યને ભોગે આજીવિકા કરનારને કોણ નથી જાણતું ? પણ એથીયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org