________________
[ ૫૩
ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા ધિર્મના મતભેદો કલેશવર્ધક તરીકે સ્પર્શી નથી શકતા.એવાં પુરુષ અને સ્ત્રીઓ ઈતિહાસમાં થયાં છે અને અત્યારે પણ લભ્ય છે. આનો સાર એ નીકળ્યો કે જે ધર્મ વિષેની ખરી સ્પષ્ટ સમજ હોય તે કોઈ પણ મતભેદ કલેશ જન્માવી ન શકે. ખરી સમજ હોવી એ એક જ કલેશવર્ધક મતભેદના નિવારણનો ઉપાય છે. આ સમજનું તત્વ પ્રયત્નથી મનુષ્ય–જાતિમાં વિસ્તારી શકાય છે, તેથી એવી સમજ મેળવવી કે કેળવવી એ ઈષ્ટ છે. હવે આપણે જોઈએ કે તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મ વચ્ચે કેવા કેવા સંબંધે છે ?
શુદ્ધ વૃત્તિ અને શુદ્ધ નિષ્ઠા નિર્વિવાદપણે ધર્મ છે, જ્યારે બાહ્ય વ્યવહારના ધમધર્મપણામાં મતભેદે છે. તેથી બાહ્ય આચારે કે વ્યવહારે, નિયમો કે રીતરિવાજોની ધર્માતા કે અધમ્યતાની કસોટી એ તાત્ત્વિક ધર્મ ન હોઈ શકે.
શુદ્ધાશુદ્ધ, નિષ્ઠા પર ધર્માધર્મને આધાર - જે જે પ્રથાઓ, રીતરિવાજો ને નિયમો શુદ્ધ નિષ્ઠામાંથી ઉદ્ભવતા હોય તેને સામાન્ય રીતે ધર્મ કહી શકાય; અને જે આચારે શુદ્ધ-નિષ્ઠાજનિત ન હોય તેને અધર્મ કહેવા જોઈએ. આપણે અનુભવથી પિતાની જાતમાં અને સાચા અનુમાનથી બીજાઓમાં જોઈ શકીએ છીએ કે અમુક એક જ આચાર શુદ્ધ નિષ્ઠામાંથી ક્યારેક જન્મે છે તે ક્યારેક અશુદ્ધ નિષ્ઠામાંથી. વળી એક જણ જે આચારને શુદ્ધ નિષ્ઠાથી સેવે છે તેને જ બીજે અશુદ્ધ નિષ્ઠાથી આચરે છે. શુદ્ધ નિષ્ઠાનાં દષ્ટાંત
જે અમુક વર્ગ શુદ્ધ કે શુભ નિષ્ઠાથી મંદિર નિર્માણ પાછળ પડી લોકોની શક્તિ, સમય અને ધનને તેમાં શેકવામાં ધર્મ માને તે બીજે વર્ગ એટલી જ અને કેઈક વાર એથી પણ વધારે શુદ્ધ કે શુભ નિષ્ઠાથી મંદિર નિર્માણનો વિરોધ કરી એ પાછળ ખર્ચાતા ધન–જનબળને બીજી જ દિશામાં વાપરવામાં ધર્મ દેખે છે, અને એ પ્રમાણે આચરી પણ બતાવે છે. એક વર્ગ કદાચ એ વિધવા બાળાના હિત ખાતર જ એના પુનર્લગ્નને વિરોધ કરે છે તો બીજો વર્ગ એ બાળાને અધિકાર જોઈ એના જ અધિકારધર્મની દષ્ટિએ શુભ નિષ્ઠાથી એના પુનર્લગ્નની હિમાયતમાં ધર્મ લેખે છે. એક વર્ગ ઉંદરે કે બીજા ઝેરી જંતુઓના દૈષને કારણે નહિ, પણ બહુજનહિતની દૃષ્ટિએ જ શુભ નિષ્ઠાથી તેની હિંસાની હિમાયત કરે; તે બીજે વર્ગ બહુજનના જીવનહકની દૃષ્ટિએ શુભ નિષ્ઠાથી જ તેની હિંસાને વિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org