SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા અને અમારિ [૨૬] માનવપ્રકૃતિમાં હિંસા અને અહિંસાના બને તો સમાયેલાં છે. હિંદુસ્તાનમાં તેના મૂળ વતનીઓની અને પાછળથી તેમના વિજેતા તરીકે જાણીતા આર્યોની જાહોજલાલી વખતે અનેક જાતનાં બલિદાન તેમ જ યજ્ઞયાગની ભારે પ્રથા હતી અને એમાં માત્ર પશુઓ કે પંખીઓ જ નહિ, પણ મનુષ્ય સુધ્ધાંની બલિ અપાતી. ધાર્મિક ગણાતે હિંસાને આ પ્રકાર એટલી હદ સુધી વ્યાપેલ હતા કે તેના પ્રત્યાઘાતથી બીજી બાજુએ એ હિંસાને વિરોધ શરૂ થયો હતો અને અહિંસાની ભાવનાવાળા પંથો ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પણ સ્થપાઈ ગયા હતા. એમ છતાં અહિંસા તત્ત્વના અનન્ય પિોષક તરીકે અને અહિંસાની આજની ચાલું ગંગોત્રી તરીકે તે જે બે મહાન ઐતિહાસિક પુરુષો આપણી સામે છે તે ભગવાન મહાવીર અને બુદ્ધ જ છે. એમના સમયમાં અને એમના પછી હિંદુસ્તાનમાં અહિંસાને જે પોષણ મળ્યું છે, તેનો જેટજેટલી રીતે અને જેટજેટલી દિશામાં પ્રચાર થયું છે તેમ જ અહિંસાતત્વ પર જે શાસ્ત્રીય અને સૂક્ષ્મ વિચારે થયા છે એની જોડ હિંદુસ્તાનની બહારના કોઈ પણ દેશના ઈતિહાસમાં મળી શકે તેમ નથી. દુનિયાના બીજા દેશે અને બીજી જાતિઓ ઉપર અસાધારણ પ્રભાવ પાડનાર, તેમને જીતનાર અને કાયમને માટે તેમનાં મન હરી લેનાર કોઈ તત્ત્વ હિંદુસ્તાનમાં ઉદ્ભવ્યું હોય તે તે હજારો વર્ષથી આજ સુધી સળંગ ઓછેવત્તે અંશે ચાલ્યું આવેલું અને વિકાસ પામેલું અહિંસા-તત્વ જ છે. આજે પણ ગુલામીગ્રસ્ત હિંદુસ્તાનનું તેજ જે કાંઈ હોય તે તે માત્ર અહિંસા જ છે. અહિંસાના પ્રચારક જૈન અને બૌદ્ધ સો વ્યવસ્થિત સ્થપાયા પછી તેનું પ્રચારકાર્ય મેર ખૂબ જેસભેર ચાલવા લાગ્યું. એના પુરાવાઓ આજે પણ જીવતા છે. મહાન સમ્રાટ અશોકની ધર્મલિપિઓમાં જે ફરમાનો છે તે આપણુને સ્પષ્ટ જણાવે છે કે અશોકે ઉત્સવો અને સમારંભમાં હિંસા ન કરવાની આજ્ઞા કરી હતી અથવા એક રીતે લેકે પાસે એમ ન કરવાની પિતાની ઈચ્છા તેણે દર્શાવી હતી. જાતે હિંસામુક્ત થઈ ફકીરી ધારણ કરી રાજદંડ ધારણું કરનાર અશોકની ધર્મ–આજ્ઞાઓનો પ્રભાવ દરેક પંથના લેકે ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy