SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન સંભવ છે, અને બ્રાહ્મણપુરાણમાં પર્વત ઉઠાવ્યાની વાત છે ત્યારે આપણને માનવાને કારણ મળે છે કે કવિત્વમય કલ્પનામાં અને અદ્ભુત વર્ણનોમાં બ્રાહ્મણ-મસ્તિષ્કનું અનુકરણ કરનાર જૈન-મસ્તિષ્ક આ કલ્પના બ્રાહ્મણપુરાણમાંની ગોવર્ધન પર્વતની તોલનની કલ્પના ઉપરથી ઉપજાવી કાઢી છે. . પાડોશી અને વિરોધી સમ્પ્રદાયવાળા પિતાના પ્રભુનું મહત્વ ગાતાં કહે કે પુરુષોત્તમ કૃષ્ણ તે પિતાની આંગળીથી ગેવર્લ્ડન જેવા પહાડને તોળ્યો, ત્યારે સામ્પ્રદાયિક માનસને સંતોષવા જૈન પુરાણકારે જો એમ કહે કે કૃષ્ણ તે જુવાનીમાં માત્ર યોજનપ્રમાણુ ગોવર્ધન પર્વતને ઊંચક્યો, પણ અમારા પ્રભુ વીરે તે જન્મતાવેંત માત્ર પગના અંગૂઠાથી એક લાખ યોજનના સુમેરુ પર્વતને ડગાવ્ય, તે એ સામ્પ્રદાયિક પ્રતિસ્પર્ધાને તદન બંધબેસતું લાગે છે. પછી એ કલ્પના વધારે પ્રચારમાં આવતાં સમ્પ્રદાયમાં એટલે સુધી રૂઢ થઈ ગઈ કે છેવટે હેમચંદ્ર પોતાના ગ્રન્થમાં એને સ્થાન આપ્યું અને અત્યારે તે સામાન્ય જૈન જનતા એમ જ માનતી થઈ ગઈ છે કે મહાવીરના જીવનમાં આવતા મેરુકમ્પનને બનાવ આગમિક અને પ્રાચીન ગ્રન્થગત છે. અહીં ઊલટો તર્ક કરી એક પ્રશ્ન કરી શકાય કે પ્રાચીન જૈન ગ્રન્થમાંના મેરુકમ્પનના બનાવની બ્રાહ્મણ પુરાણકારોએ ગોવર્ધન પર્વતના તેલન રૂપે નકલ કેમ ન કરી હોય ? પરંતુ આને ઉત્તર પ્રથમ એક સ્થળે દેવાઈ ગયો છે તે પ્રમાણે સ્પષ્ટ છે. જૈન ગ્રન્થનું મૂળ સ્વરૂપ કાવ્યકલ્પનાનું નથી, અને આ બનાવ એવી કલ્પનાનું પરિણામ છે. પૌરાણિક કવિઓનું માનસ મુખ્યપણે કાવ્યકલ્પનાના સંસ્કારથી જ ઘડાયેલું આપણે જોઈએ છીએ. તેથી એ કલ્પના પુરાણ દ્વારા જ જેન કાવ્યોમાં રૂપાન્તર પામી દાખલ થઈ વય એમ માની લેવામાં વધારે ઔચિત્ય દેખાય છે. કૃષ્ણના ગભવતરણથી માંડી જન્મ, બાળલીલા અને આગળના જીવનપ્રસંગવાળાં મુખ્યપણે હરિવંશ, વિષ્ણુ, પદ્મ, બ્રહ્મવૈવર્ત અને ભાગવત એટલાં વૈદિક પુરાણું છે. ભાગવત લગભગ ૮-૯ મા સૈકાનું મનાય છે. બાકીનાં પુસણો પણ કઈ એક જ હાથે અને એક જ વખતે લખાયેલાં હોય એમ નથી; છતાં હરિવંશ, વિષ્ણુ અને પદ્મ એ પુરાણે પાંચમા સૈકા પહેલાં પણ કોઈને કોઈ રૂપમાં નિશ્ચિત અસ્તિત્વ ધરાવતાં. વળી એ પુરાણોનાં પહેલાં પણ મૂળ પુરણ હોવાની સાબિતીઓ મળે છે. હરિવંશથી માંડી ભાગવત સુધીનાં ઉક્ત પુણેમાં આવતા કૃષ્ણના જન્મ અને જીવનની ઘટનાઓ જોતાં પણ એમ લાગે છે કે આ ઘટનામાં માત્ર કવિત્વની દૃષ્ટિએ જ નહિ, પણ વસ્તુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy