________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપયોગ
[૪૧ અનુભવી. અત્યારે તે બીજે કઈ પણ સ્થળે નભી શકે તે કરતાં વધારે સહેલાઈથી કેટલાંક તીર્થસ્થાનમાં વિદ્યાલયે સારી રીતે નભી શકે. કેટલાંય આબુ જેવાં પ્રકૃતિરમણીય જૈન તીર્થો છે કે જ્યાં અંગ્રેજો અને બીજા લેકે વિદ્યા મેળવવા સાથે ત્યાંના સુંદર વાતાવરણને ફાયદો ઉઠાવી રહ્યા છે ત્યારે જૈનોને એ વાત સુઝતી જ નથી. તેઓ ત્યાં જાય છે ત્યારે ખુશ થાય છે, જગ્યાની, એકાંતની, હવાપાણીની વાહવાહ કરે છે, બીજાનાં વિદ્યાધામે જોઈ રાજી થાય છે, પણ પિતાને માટે કાંઈ કરવાનું એમને સૂઝતું જ નથી. જૈને કાશીમાં યાત્રાર્થે જાય છે, પણ કેઈને ત્યાંની વિદ્યાગોછીની ખબર નથી, વિદ્વાનોની જાણ નથી, એ જાણવાની તેમને ઈચ્છા જ થતી નથી. ત્યાંનાં વિદ્યાધામ કેવાં અને કેટલાં છે એ જાણવાનું એમને મન જ નથી, કારણ કે એમણે પિતાનાં કોઈ પણ તીર્થસ્થાનમાં વિદ્યા અને વિદ્વાનો હોવાની સુગંધ લીધી જ નથી. એમને કલ્પના એક જ છે અને તે એ કે તીર્થસ્થાનોમાં મંદિરે અને મૂર્તિઓ સિવાય બીજું શું હોય ? બીજું હોવાની શી જરૂર છે? પરંતુ સમાજની વિદ્યાની જરૂરિયાત આ તીર્થસંસ્થારક્ષક ભક્તિ અને ઉદારતા જેવાં બળો દ્વારા સધાવી જ જોઈએ. જે વિશિષ્ટ વિશિષ્ટ તીર્થોમાં ખાસ વિદ્યાલયે ચાલતાં હોય, તેમાં બન્ને સંપ્રદાયના હજારે બાળકે ભણતા હય, વિદ્યા અને દેશની સ્વતંત્રતાનો બ્રહ્મ-આદર્શ તેમની સામે હોય તે સમાજને આ તકરાર પાછળ બળ ખર્ચવાની બહુ જ થેડી ફુરસદ રહે. જ્યાં સુધી સુંદર અને ઉપયોગી આદર્શ સામે નથી હતો ત્યાં સુધી માણસ પિતાનું બળ આડે રસ્તે વેડફે છે. આજનો દેશધર્મ આપણને બે વાત શીખવે છે એક તે આ રાજતંત્રને માયાવી રૂપના ભોગ બની પોતાને જ હાથે પોતાનાં મૂર્તિ અને મંદિરને નાશ ન કરો, અને બીજી વાત એ છે કે તમારામાં ભક્તિ અને ઉદારતા હોય તે તીર્થોને સાચવી તે મારફત તમે વિદ્યા અને કળાથી સમૃદ્ધ બનો, વધારે શીખે.
તીર્થની લડાઈમાં જીતનાર પક્ષ માની લે છે કે અમે તીર્થ સાચવ્યું, ધર્મ બજાવ્યો. બીજી વાર બીજો પક્ષ તેમ માને છે. પણ બન્ને પક્ષ એ. ભૂલી જાય છે કે તેઓ શરીરનાં હાથપગ જેવાં અંગેને જ સાચવવા પ્રાણ પાથરે છે અને તેમાંથી ઊડી જતા આત્માને બચાવવા કઈ જરા પણ જહેમત નથી ઉઠાવતું. એટલું જ નહિ, પણ તેમનો આ હાથપગને. બચાવવાનો પ્રયત્ન જ ઊલટે શરીરમાંથી આત્માને ઉડાડી રહ્યો છે. જૈન તીર્થને આત્મા અહિંસા અને શાંતિ છે. લડાઈ મારફત આપણે એક પક્ષે. જીત મેળવી એટલે તેણે હાથ બચાવ્યો, બીજાએ જીત મેળવી એટલે તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org