________________
૪૨૦ ]
દર્શન અને ચિંતન આધ્યાત્મિક ઉદ્દેશ ન રહે.” આમ કહેનાર આધ્યાત્મિકતા શું છે એ સમજતો જ નથી. આધ્યાત્મિકતા એ કાંઈ એક મકાનમાં અથવા એક રૂઢિમાં અથવા એક ચોક્કસ બંધનમાં નથી હોતી, નથી રહી શકતી; ઊલટું ઘણીવાર તો તે ત્યાં ગૂંગળાઈ જાય છે. જે આધ્યાત્મિકતા જીવનમાં હોય અથવા સાચે જ લાવવી હોય તે તેને કોઈ પણ સાથે વિરોધ નથી. કુટુંબમાં રહીને, સમાજમાં રહીને અને રાજ્યવ્યવસ્થામાં ભાગ લઈને પણ આધ્યાત્મિકતા સાધી શકાય, પોષી શકાય અને એ બધાંથી છૂટીને પણ ઘણીવાર ન જ સાધી શકાય. મૂળ વાત એ છે કે આધ્યાત્મિકતા એ અંદરની વસ્તુ છે, વિચાર અને ચારિત્રમાંથી તે આવે છે, એને કઈ બાહ્ય વસ્તુ સાથે વિરોધ નથી. અલબત્ત, આધ્યાત્મિક જીવનની કળા જાણવી જોઈએ અને એની કૂંચી લાધવી જોઈએ. આપણે ઘણીવાર આધ્યાત્મિકતાને નામે પુરુષાર્થ અને પુરુષાર્થને ઘાત કરીએ છીએ. સપુરુષાર્થ કરે એટલે આધ્યાત્મિકતા પાસે જ છે, વગર નોતરે ઊભી જ છે. લકોને દારૂ પીતા છોડાવવામાં, દારૂ વેચનારને તેમ કરતાં છોડાવવામાં (અને તે પણ અહિંસા ને સત્ય દ્વારા) સપુરુષાર્થ નહિ તે બીજું શું છે? –એનો જવાબ કોઈ આગમધર આપશે ?
વળી અત્યારે છેલ્લાં ત્રીસ-ચાલીસ વર્ષને સાધુસંસ્થાનો ઈતિહાસ આપણને ને શું કહે છે? તેમની આધ્યાત્મિકતાને પુરાવે તેમાંથી કેટલું મળે છે? છેલ્લાં દશ વર્ષને જ લે. જે પક્ષાપક્ષી, કાર્ટબાજી, ગાળગલેચ અને બીજી સંકુચિતતા
ને આધ્યાત્મિકતાનું પરિણામ માનીએ તો તો અનિચ્છાએ પણ કબૂલવું પડશે કે સાધુસંસ્થામાં આધ્યાત્મિકતા છે અથવા વધતી જાય છે. એક બાજુ દેશહિતના કાર્યમાં કશે જ ફાળો નહિ અને બીજી બાજુ આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ નહિ, એમ બંને રીતે દેવાળું કાઢીને કઈ પણ ત્યાગીસંસ્થા માનભેર ટકી શકે નહિ. એટલે આવી હજાર વર્ષની મહત્વની અને શક્તિસંપન્ન સાધસંસ્થાને પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર, અને લોકોમાં માનભેર રહેવા ખાતર પણ, આજની ચાલુ પ્રવૃત્તિમાં પિતાને વિશેષ ઉપયોગ વિચાર્યું જ છૂટકે છે.
કેટલાંક એવાં બીજાં પણ દેશની દષ્ટિએ મહત્વનાં અને સાધુઓ માટે સહેલાં કામે છે કે જેને ત્યાગીગણ અનાયાસે કરી શકે. દા. ત. (૧) વકીલ અને બીજા અમલદારે, જે સરકારી તંત્રના અન્યાયનું પિષણ કરી રહ્યા હોય, તેમને એ બાબતમાં સમજાવી એમાંથી ભાગ લેતા અટકાવવા. (૨) પિલીસે અને સિપાઈઓ, જેઓ આ દેશનું ધન છે, આ દેશના છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org