________________
૩૦૪ ] .
દર્શન અને ચિંતન વગર ભણે એમ સમજવા મંડી ગયો કે “કરે ભવનાં પાપ એક જ પદના કે એક જ અક્ષરના જ્ઞાનથી બળી શકે છે.
આ જ્ઞાનની ભક્તિ અને મહિનામાંથી, જે એકવારના વ્યક્તિગત અને જાતે ઉપાડી શકાય એટલા જ સાધુઓના ખંભે અને પીઠે ભંડારે લટકતા, તે બીજાં કારણે ઉપસ્થિત થતાં મોટા બન્યા અને ગામ તથા શહેરમાં દૃશ્યમાન થયા. એક બાજુ શાસ્ત્રસંગ્રહ અને લખાણને વધતે જતો મહિમા અને બીજી બાજુ સંપ્રદાયની જ્ઞાન વિશેની હરીફાઈઓ–આ બે કારણોને લીધે પહેલાંની એકવારની મોઢે ચાલી આવતી જ્ઞાનસંસ્થા આખી જ ફેરવાઈ ગઈ અને મોટા મોટા ભંડારરૂપમાં દેખા દેવા લાગી.
દરેક ગામ અને શહેરના સંઘને એમ લાગે છે કે અમારે ત્યાં જ્ઞાન ભંડાર હો જ જોઈએ. દરેક ત્યાગી સાધુ પણ જ્ઞાનભંડારની રક્ષા અને વૃદ્ધિમાં જ ધર્મની રક્ષા માનતો થઈ ગયે. પરિણામે આખા દેશમાં, એક છેડેથી બીજા છેડા સુધી, જૈન જ્ઞાનસંસ્થા ભંડારરૂપે વ્યવસ્થિત થઈ ગઈ. ભંડારે પુસ્તકેથી ઊભરાતા ચાલ્યા. પુસ્તકમાં પણ વિવિધ વિષયનું અને વિવિધ સંપ્રદાયનું જ્ઞાન સંધરાતું ગયું. સંધના ભંડારે, સાધુના ભંડાર અને વ્યક્તિગત માલિકીને પણ ભંડારે–એમ ભગવાનના શાસનમાં ભંડાર, ભંડાર અને ભંડાર જ થઈ ગયા! એની સાથે જ મેટ લેખકવર્ગ ઊભે થયે, લેખનકળા વિકાસ પામી અને અભ્યાસીવર્ગ પણ ભારે વચ્ચે. છાપવાની કળા અહીં આવી ન હતી ત્યારે પણ કોઈ એક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો નકલે થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનોમાં વહેંચાઈ જતી. આ રીતે જૈન સંપ્રદાયમાં જ્ઞાનસંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. વંદા, ઊધઈ અને ઉંદરો તેમ જ ભેજ, શરદી અને બીજાં કુદરતી વિદને જ નહિ, પણ ધર્માધિ યવનો સુધ્ધાએ આ ભંડાર ઉપર પિતાનો નાશકારક પંજો ફેરવ્યો, હજારે ગ્રંથ તદ્દન નાશ પામ્યા, હજારે ખવાઈ ગયા, હજારે રક્ષાની અને બીજાઓની બેપરવાઈથી નષ્ટભ્રષ્ટ થઈ ગયા, છતાં જ્ઞાન તરફની જીવતી જૈનભક્તિને પરિણામે આજે પણ એ ભંડારે એટલા બધા છે અને એમાં એટલું બધું વિવિધ તેમ જ જૂનું સાહિત્ય છે કે તેનો અભ્યાસ કરવા માટે સેંકડો વિદ્વાનો પણ ઓછા જ છે. પરદેશના અને આ દેશના કેડીબંધ શેધક અને વિદ્વાનોએ આ ભંડારોની પાછળ વર્ષે ગાળ્યાં છે અને એમાંની વસ્તુ તથા એનો પ્રાચીન રક્ષાપ્રબંધ જોઈ તેઓ ચકિત થયા છે. વર્ષો થયાં કેડીબંધ છાપખાનાંઓને જૈન ભંડારે પૂર ખોરાક આપી રહ્યા છે, અને હજી પણ વર્ષો સુધી તેથી વધારે ખોરાક પૂરું પાડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org