________________
૬૫૨ ]
દર્શન અને ચિંતન માતૃચેટ બુદ્ધને વન્દન કરનારાઓને પણ વળે છેઃ હે નાથ! જેઓ પુણ્યસમુદ્ર, રત્નનિધિ, ધર્મરાશિ અને ગુણાકર એવા તને નમે છે, તેઓને નમસ્કાર કરવો એ પણ સુકૃત છે.ર,
હેમચંદ્ર એ જ ભાવ માત્ર શબ્દાન્તરથી સ્તવે છે: હે નાથ ! જેઓએ તારા આજ્ઞામૃતથી પિતાની જાતને સદા સીંચી છે તેઓને નમસ્કાર, તેઓની સામે આ મારી અંજલિ અને તેઓને જ ઉપાસીએ છીએ.
માતૃચેટ અને હેમચંદ્રની તેત્રગત વધારે તુલનાનો ભાર જિજ્ઞાસુઓ ઉપર મૂકી આ સરખામણને ઉપસંહાર માતૃચેટથી બહુ મેડે નહિ થયેલ કાલિદાસ અને સિદ્ધસેનનાં એકાદ બે પદ્યોની સરખામણીથી પૂરે કરું છું. માટે સ્તુતિને ઉપસંહાર કરતાં જે ભાવ પ્રગટ કર્યો છે તે જ ભાવ કાલિદાસ વિષ્ણુની સ્તુતિના ઉપસંહારમાં દેના મુખથી પ્રકટ કરે છે :
હે નાથ ! તારા ગુણ અક્ષય છે, જ્યારે મારી શક્તિ ક્ષયશીલ છે. તેથી લિંબાણના ભયને લીધે વિરમું છું, નહિ કે સ્તુતિજન્ય તૃપ્તિને લીધે. –અધ્ય. ૧૫૦
હે વિષ્ણ! તારા મહિમાનું કીર્તન કરી વાણી વિરમે છે તે કાં તો શ્રમથી અને કાં તે અશક્તિથી; નહિ કે તારા ગુણની પરિમિતતાથી. -રધુ. ૧૦, ૩૨.
આ સ્થળે બ્રાહ્મણ અને શ્રમણુપરંપરાની મૌલિક માન્યતાના ભેદ વિશે એક બાબત તરફ ધ્યાન જાય છે. તે એ કે બ્રાહ્મણપરંપરા કોઈ પણ દેવામાં દુષ્ટ કે શત્રુના નાશને સાધુ–પરિત્રાણ જેવા જ ગુણ તરીકે સ્તવે છે, જ્યારે બૌદ્ધ ને જૈન પરંપરા મિત્ર કે શત્રુ, સાધુ કે દુષ્ટ બને ઉપર સમાનભાવે કરણ વર્ષાવવી એને જ પ્રકૃષ્ટ માનવીય ગુણ માને છે. આ માન્યતાભેદ ગમે તે બ્રાહ્મણ કવિની સ્તુતિ અને શ્રમણ કવિની સ્તુતિમાં નજરે પડવાનો જ. તેથી અહિ તેવાં ઉદાહરણ નથી તારવતે.
માતૃચેટ બુદ્ધનાં વચનોને સર્વજ્ઞતાને નિશ્ચય કરનાર તરીકે સ્તવે છે, જ્યારે ૩૨. અથ–પુણો નિધિ ધn Tળાદરમ્ |
ये त्वां सत्त्वा नमस्यन्ति तेभ्योपि सुकृतं नमः ॥ १४९ ॥ 33. वीत०-तेभ्यो नमो ऽञ्जलिरयं, तेषां तान् समुपास्महे ।
त्वच्छासनामृतरसैयरात्माऽसिच्यतान्वहम् ॥ १५, ७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org