________________
આત્મષ્ટિનુ આન્તર નિરીક્ષણ
[ ૩૨૩
કવિ કઈ ભૂમિકાએથી કથન કરે છે એ સમજીએ તો જ એના કધનના ભાવ સમજાય. અત્રે કવિની ભૂમિકા આનંદધન કે શ્રીમદ્ રાજચંદ્રની પેઠે સમ્યગ્દર્શનની જ છે એમ માની લેવું જોઈ એ. સમ્યગ્દર્શન એટલે આધ્યાત્મિક વિવેક. આ વિવેકમાં સાધક મુખ્યપણે શ્રદ્દાની ભૂમિકા ઉપર ઊભા હોય છે, છતાં એમાં એને પોતાના સમ્પ્રદાયમાં થઈ ગયેલા અનુભવી ઋષિએના જ્ઞાનને વારસો પ્રતીતિકર રૂપે હોય જ છે. સમ્પ્રદાયભેદને લઈ તે આધ્યાત્મિક સાધકની ભાષા બદલાય. પણ ભાવ બદલાતો નથી. આની સાબિતી આપણને દરેક સમ્પ્રદાયના સંતાની વાણીમાંથી મળી રહે છે. દેવચંદ્રજીએ બીજી કડીમાં સ્થિત કરેલ ઉપયુક્ત ચાર તત્ત્વો પૈકી વ અને અજીવ એ એ તત્ત્વે સત્તત્ત્વના અર્થાત્ વિશ્વસ્વરૂપના નિદર્શોક છે, જ્યારે આસવ અને મધ એ એ તત્ત્વ જીવનલક્ષી છે. અનુભવાતું જીવન નથી એકલું ચૈતન્યરૂપ કે નથી એકલું જડરૂપ; એ તો બન્નેનું અકળ મિશ્રણ છે. તેના પ્રવાહની કાઈ આદિ લક્ષમાં આવે તેવી નથી. તેમ છતાં આધ્યામિક દ્રષ્ટાઓએ વિવેકથી વનનાં એ એ તત્ત્વ એકમેકથી જુદાં અને સાવ સ્વતંત્ર તારવ્યાં છે. એક તત્ત્વમાં છે જ્ઞાનશક્તિ અગર ચેતના, તે બીજામાં છે જડતા. ચેતનસ્વભાવ જેમાં છે તે જીવ અને જેમાં એ સ્વભાવ નથી તે કમ જીવ. એ જ એ તત્ત્વોને અનુક્રમે સાંખ્ય પુરુષ અને પ્રકૃતિ કહે છે, જ્યારે વેદાંત બ્રહ્મ અને માયા અગર આત્મા અને અવિદ્યા કહે છે. દેવચદ્રજી જીવ અને જાતે જેવી રીતે વિવેક દર્શાવે છે. તેવી જ રીતે સાંખ્ય અને વેદાંત આદિ દશનામાં પણ છે. એનામાં પણ આધ્યાત્મિક પ્રગતિ માટે એવા વિવેકના ઉદ્ય અનિવાય રીતે સ્વીકારાયેલા છે, અને તે જ સમ્યગ્દર્શન તરીકે પણ લેખાયા છે.
• હું સ્વરૂપ નિજ છેાડી, ઝીલ્યો ઉલટ આણી,
Jain Education International
રમ્યા પર પુદ્ગલે, વિષયતૃષ્ણા જળે.
કવિનું આ કથન મેથ્યુ આર્નોલ્ડના સુવિખ્યાત કાવ્ય · Lead Kindly light, amid the encircling gloom ! Lead thou me on!' – પ્રેમળ જ્યાતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ ’( અનુવાદક, સ્વ. કવિ નરિસંહરાવ ) માં આવતી · The night is dark and I am far from home – દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ધન અધાર' એ પંક્તિની યાદ આપે છે. એ પ્રકારનાં કથને જરા ઊંડાણુથી સમજવાં જોઈ એ. કવિ જ્યારે એમ કહે છે કે મે મારું સ્વરૂપ છેડયું છે અને પરરૂપમાં રત થયે! છુ, ત્યારે શું એમ સમજવું કે કોઈ કાળે આત્મા સાવ શુદ્
'
For Private & Personal Use Only
www.jainelibrary.org