________________
૬૮૨ ]
દર્શન અને ચિંતન કે દેશ આદિનાં સંકુચિત બંધનોને આધીન રહ્યા સિવાય જ કેવળ ગુણવત્તાની
ભૂમિકા ઉપરથી જ વિચાર કરતે લાગે છે. ત્યાગલક્ષી ભિક્ષુ હોવા છતાં તે - લેખક ગૃહસ્થાશ્રમનું અને તેમાંય દામ્પત્યજીવનનું જે મૂલ્ય આંકે છે, તે એની ઊંડી સમજણું દર્શાવે છે. જોકે એની સામે એક અટપટે પ્રશ્ન છે. તે એ કે દેશદેશાન્તરમાં ત્યાગી, ધ્યાન અને બ્રહ્મચારી તરીકેની સર્વોત્કૃષ્ટ પ્રતિષ્ઠા પામનાર બુદ્ધને તારુણ્યકાળમાં પણ લગ્નજીવનમાં કેવી રીતે પ્રવેશ કરાવો અને એ ઘટનાને બંધબેસતી કરવી ? હજારે નહિ, લાખે કે જેને પૂર્ણ બ્રહ્મચર્યના સમર્થક તરીકે પૂજતા હોય, તેને તેના ચરિત્રચિત્રણમાં એક તરૂણીના સહભાગી ને સખા થતા જોવામાં એકાંગી ભક્તોને આંચકો લાગે. જાણે કે આવી જ કોઈ મુશ્કેલીમાંથી છૂટવા માટે એ લેખકે કુમાર સિદ્ધાર્થ પાસે લગ્ન કરવું કે ન કરવું એ પ્રશ્ન પર વિચાર કરાવ્યું છે; અને તે વિચાર એવો કે લગ્નના દોષ જાણવા છતાં છેવટે લોકકલ્યાણની ભાવના તેમ જ પૂર્વ પરંપરાને અનુસરવાની દૃષ્ટિથી સિદ્ધાર્થ લગ્ન કરવાનો નિર્ણય કરે છે. લેખક બૌદ્ધ ભિક્ષુ હોવા છતાં અંતે તૈત્તિરીય ઉપનિષદમાંની પ્રજ્ઞા તનું મા સચવણીઃ એ સનાતન રાજમાર્ગ જેવી ગાઈશ્ય દીક્ષાને જ સ્વીકારે છે.
–અખંડ આનંદ, જુલાઈ ૧૯૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org