SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ અને ગેપા [ ૬૮૧ આપવાનું કહે છે અને તે જવાબ પણ એક વિચારશીલ સુશીલ પુત્રને શોભે એવી રીતે લખીને, અને તે પણ સ્પષ્ટપણે, પિતાને આપે છે. એમાં તે પિતાની પસંદગી પામવા ગ્ય કન્યા કેવી હોઈ શકે તે દર્શાવતાં -દામ્પત્ય, કુટુંબ અને સમાજજીવનને સુખી કરવા માટે જે આવશ્યક ગુણ છે તેને ખાસ નિર્દેશ કરે છે, જે ભાવી બુદ્ધની એક વિચારભૂમિકા સૂચવે છે. (૨) ગોપાએ પોતાની કરેલી પસંદગીમાં તે કેટલી વાજબી છે એની એના પિતા દંડપાણિને પાકી ખાતરી કરી આપવા તેમ જ ગોપાનું સન્માન વધારવા અને સાથેસાથ પિતાના પિતા શુદ્ધોદનને થતી ચિંતા ટાળવા કુમાર સિદ્ધાર્થ દંડપાણિએ મૂકેલી શરતમાં ભાગ લેવા તૈયાર થાય છે અને શારીરિક તેમ જ બૌદ્ધિક બધી જાતની પરીક્ષાઓમાં પૂર્ણ સફળ થઈ લગ્ન માટે સુપ્રસન્ન વાતાવરણ સર્જે છે. ૪. ગોપા : ચોથું પાત્ર ગોપા છે. તે જેમ પાત્રમાં છેલ્લું છે તેમ તે અનેક દૃષ્ટિએ ચઢિયાતું પણ લાગે છે. ભાવિ બુદ્ધ જેવી વ્યક્તિને માટે પત્ની તરીકે વધારેમાં વધારે યોગ્ય પાત્રની જે આશા રાખી શકાય અને જે કલ્પના કરી શકાય તે ગેધામાં સિદ્ધ થતી લાગે છે. (૧) વધૂની પસંદગી બાબતન કુમારને પત્ર પુરહિત પાસેથી લઈ વાંચતાંવેંત જ ગોપાએ દર્શાવેલ એને આત્મવિશ્વાસ કે હું કુમારની ગુણપસંદગીને અવશ્ય સંતવું તેમ છું. (૨) સભામંડ૫માં કુમારને હાથે વહેંચાતી ભેટ લેવા જવામાં ગોપા સંકેચ નથી સેવતી, છતાં તે એક ખાનદાન કન્યાને સહજ એવી મર્યાદા સાથે પોતાની સખીઓ સાથે જ ત્યાં જાય છે અને કુમાર સાથે બલવાને પ્રસંગે ઉપસ્થિત થતાં કટાક્ષ તેમ જ વિનોદપૂર્ણ શૈલીથી કુમારને ત્યાં જ જીતી લે છે. (૩) જ્યારે રૂઢિબદ્ધ નરનારીઓ ઘૂંઘટ ન કાઢવા બદલ મેર ટીકા કરતાં જણાય છે ત્યારે એક ધીરેદાર નવપુત્રવધૂ લેખે તે શ્વશુર શુદ્ધોદનની સામાજિક ગૂંગળામણ ટાળવા તેમની સમક્ષ પોતાનો કેસ એવી ચાતુરી, એવી નમ્રતા અને એવી સત્યનિષ્ઠાથી રજૂ કરે છે કે શુદ્ધોદન અને આખો સમાજ છેવટે તેના ઉદાર વલણને માન આપી સ્ત્રીવર્ગની એક તત્કાલીન ગુલામીને રૂઢિ સાથે જ ફેંકી દે છે. લલિતવિસ્તરના લેખક મોટે ભાગે ભિક્ષુ જ સંભવે છે. તે જન્મે, વતને અને ઉછેરે ગમે તે નાત, દેશ કે સમાજનો હોય, છતાં તે એક શ્રમણ વર્ગના–ખાસ કરી બૌદ્ધ સંધના–સભ્ય લેખે કઈ પણ જાતનાં નાત-જાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy