________________
૪૨૮ ]
દર્શન અને ચિંતન કે તપાગચ્છી લે, એ બધા વચ્ચે પણ આજે તે મોટું અંતર થઈ પડ્યું છે. સ્થાનક્વાસી અને મૂર્તિ પૂજક એ બે વચ્ચે જે ભેદ અને વિરોધની ખાઈ દેખાય છે તેથી જરા પણ ઓછી ખાઈ સ્થાનકવાસી તેરાપંથી અને બીજા સ્થાને નકવાસીઓ વચ્ચે નથી. દિગંબર અને શ્વેતાંબર વચ્ચે દેખાય છે તેટલું જ અંતર લગભગ પાયચંદ અને તપા એ બન્ને શ્વેતાંબર ગચ્છો વચ્ચે છે. આ બધું હોવા છતાં પ્રસ્તુત લેખને આશય તે મુખ્યતઃ ઉક્ત ત્રણ ફિરકાઓના સંબંધ વિશે જ વિચાર કરવાનું છે.
પહેલાં તો ભેળું મૂળ તપાસીએ. આચાર-વિચાર અને પરંપરાની ઘણી બાબતમાં શ્વેતાંબર–દિગંબર વચ્ચે ભેદ છે, છતાં એમનો મુખ્ય ભેદ નગ્નત્વ અને વસ્ત્ર ધારણ ઉપર અવલંબિત છે. બન્નેને માન્ય મૂર્તિના સ્વરૂપને ભેદ લે કે સ્ત્રી દીક્ષા લઈ શકે કે નહિ એ ભેદ લે; પણ એની પાછળ તત્ત્વ તો એક જ છે અને તે નગ્નત્વમાં જ ધર્મ માનવાનું કે વસ્ત્રધારણમાં પણ ધર્મ માનવાનું. દિગંબરેએ નગ્નત્વને ધર્મનું મુખ્ય અંગ માન્યું, એટલે સાધુઓ અને મૂર્તિ બન્ને ઉપર નગ્નત્વ આરોપાયું. શ્વેતાંબરેએ વસ્ત્રધારણમાં પણ જૈનત્વને નાશ ન જે, એટલે સાધુઓ અને મૂર્તિ બન્ને ઉપર વસ્ત્રો લદાયાં. નગ્નત્વને જ આગ્રહ રખાયે, એટલે સ્ત્રી આપોઆપ શ્રમણદીક્ષાથી મુક્ત થઈ. વસ્ત્રો સ્વીકારાયાં એટલે શ્વેતાંબરેમાં શ્રમણ કાયમ રહી. આમ નગ્નત્વ અને વસ્ત્રધારણના ભેદની આજુબાજુ બીજા ઘણા જ ભેદોનું જંગલ ઊભું થયું.
નગ્નત્વ અને વસ્ત્રધારણનો વિરોધ જોકે પાછળથી જ, છતાં એ બેને ભેદ તે ભગવાન મહાવીર જેટલે જ જૂને છે, પરંતુ સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વચ્ચેના ભેદ વિશે તેમ નથી. હિંદુસ્તાનમાં મૂર્તિવિધિની વિચારણું મહમદ પેગંબર પછી જ, તેમના અનુગામી આરબો અને બીજાઓ દ્વારા, ધીરે ધીરે દાખલ થઈ, પણ જૈન પરંપરામાં મૂર્તિવિરોધ દાખલ થયાને પૂરી પાંચ સદીઓ પણ નથી થઈ. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વચ્ચે ગમે તેટલા ભેદો હોય, છતાં એ ભેદોને મુખ્ય આધાર મૂર્તિની માન્યતા અને તેના વિરોધમાં છે. અમુક શાસ્ત્ર માનવું કે નહિ, અમુક તીર્થ હયાત છે કે વિચ્છેદ પામ્યું છે, એ બધા વિચારભેદેની પાછળ મુખ્ય ભેદ તે મૂર્તિની માન્યતા અને અમાન્યતાને છે. આમ એક બાજુ નગ્નત્વ અને વસ્ત્રધારણને અને બીજી બાજુ મૂર્તિ માનવી કે નહિ તેને ભેદ હોવા છતાં, અને તેને લીધે બીજા ઘણા નાનામોટા ભેદો દાખલ થયેલા હોવા છતાં, ત્રણે ફિરકાઓમાં અભેદનું તત્વ પણ છે. ડાળે પૂર્વ અને પશ્ચિમમાં કે દક્ષિણ અને ઉત્તરમાં ફેલાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org