________________
વણે જૈન ફિરકાઓના મળને વિચાર
[૪૨ એમની વચ્ચે મોટું અંતર પણ દેખાય, છતાં એનાં થડ અને મૂળ તો એક જ હોય છે. એક જ મૂળમાંથી રસ બધે પહોંચે છે, તેનાથી બધી ડાળે કે પાંદડાં. પિષાય છે અને જીવિત રહે છે, તેમ એ ત્રણે ફિરકાઓનું પણ છે. એ ત્રણે જુદા અને તદ્દન વિરોધી જેવા આજે થઈ પડ્યા છે કે તેવા દેખાય છે, છતાં એ. ત્રણેના અસ્તિત્વ કે જીવનનું તત્વ એક જ છે. તે તત્ત્વ એટલે વીતરાગપણની. ભાવના અને ઉપાસના. એ ભાવના અને ઉપાસના વાટે જ ત્રણે ફિરકાઓ જીવે છે, પિષણ પામે છે અને વિસ્તરે છે. આ રીતે જોતાં ત્રણે ફિરકાઓમાં અગમ્ય અને સંખ્યાબંધ ભેદો હોવા છતાં એમાં જે એક અભેદનું તત્ત્વ છે. તે જ મુખ્ય છે અને તે જ અસલી છે. આ તત્ત્વને ત્રણે ફિરકાઓ એક સરખી રીતે માને છે અને તેની ઉપાસના માટે એકસરખે ભાર આપે છે.. જ્યારે આમ છે ત્યારે વિરોધ શાનો?
પૂર્વ દિશામાં ફેલાતી શાખા એમ કહે કે બધી જ શાખાઓએ મારી દિશામાં મારી ઢબે, મારી સાથે જ ચાલવું જોઈએ અને બીજી શાખાઓ એ રીતે કરે છે એનું પરિણામ એ જ આવે કે અંતે ઝાડ જ ન વધે; અને તે ન વધે એટલે પૂર્વની શાખા પણ ન રહે.. એક બાજુ ભાર વધતાં સમતોલપણું જવાથી વૃક્ષ વધી જ ન શકે અને અંતે પૂર્વની શાખાનો પણ સંભવ ન રહે. એ જ ન્યાય ધર્મની શાખાઓને લાગુ પડે છે. એક ફિરકે માને તે જ રહેણીકરણી દરેકે સ્વીકારવી અને બીજી નહિ એ ભાર આપવા જતાં મનુષ્યસ્વભાવમાં રહેલા જે સમતલપણાને લીધે ધર્મનો વિસ્તાર થાય છે તે સમતોલપણું જ ન રહે. અન્ત બીજા, ફિરકાઓની સાથે તે એક ફિરકા પણ ન ટકે. તેથી વિકાસ અને વિસ્તાર માટે ભેદ અનિવાર્ય છે, અને ભેદથી જ સમતલપણું સચવાય છે. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે જે વીતરાગપણની ભાવના ઉપર રચાયેલા બધા જ ફિરકા-ભેદો અનિવાર્ય અને ઈટ હોય તે આજની જૈન ધર્મની જે સ્થિતિ છે તે સ્વાભાવિક હોઈ તેમાં કહેવાપણું શું રહે છે ?
અત્યારે જે કહેવાપણું છે તે ભેદ કે જુદાઈની બાબતમાં નહિ, પણ વિરોધની બાબતમાં છે. વિરોધ અને ભેદ એ બન્ને એક નથી. કડવાશ હોય ત્યારે વિરોધ કહેવાય છે; અને ત્રણે ફિરકાના પરસ્પર સંબંધમાં કડવાશ છે. કડવાશ એટલે પિતાને વિશે મિથ્યાભિમાન અને બીજા તરફ અણગમો. આ કડવાશ ત્રણે ફિરકાઓમાં અંદરોઅંદર કેવી અને કેટલી છે એ સૂક્ષ્મ દૃષ્ટિએ જેનારથી ભાગ્યે જ અજાણ્યું છે. દરેક ફિરકાનો આધાર તે તે ફિરકાના સાધુ, પંડિત અને ઉપદેશકે છે. એક ફિરકાને ગુસ્વર્ગ બીજા ફિરકાને હૃદયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org