SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્પર્વ [ ૩૫૭ અનગાર થયેલ સ્થાનકવાસી, તેરાપંથી કે શ્વેતાંબર મૂર્તિપૂજકને હવે શું સાચવવાનું છે કે જેને કારણે તે બીજા ફિરકાઓના ગુરુવર્ગ સાથે મેળા મનથી હળીમળી ન શકે ? આટલે દૂર ન જઈએ અને એક નાના વર્તલને જ લઈ વિચારીએ તેય દીવા જેવું દેખાશે કે સાંવત્સરિક પર્વની આપણે ઠેકડી કરી રહ્યા છીએ! એક જ ગચ્છ કે એક જ ગુરુના બે મુનિવર્ગો પણ ભાગ્યે જ અત્તરથી હળેમળે છે અને અમે–ખમાવે છે. આ કૃત્રિમતાની અસર પછી આખા સમાજ પર થાય છે અને પરિણામે પરસ્પરનું દેરષદર્શન કરવાને જ રસ પષાય છે, જેને લીધે ગુણદષ્ટિ અને ગુણનું મૂલ્યાંકન એ લગભગ લેપાઈ જાય છે, જે એકમાત્ર સાંવત્સરિક પર્વની મહત્તાને પ્રાણ છે. - મને લાગે છે કે સમાજમાં પર્વની પ્રથા ચાલુ છે તે દ્રવ્યરૂપે તે છે જ, પણ એમાં ભાવ–જીવ આવે તે વાંછનીય છે. એ માટે પ્રયત્ન એ જ પ્રભાવના છે. વરઘેડા, સરઘસ, વાજાંગજાં ઈત્યાદિનું કોઈ સ્વતંત્ર મૂલ્ય છે જ નહિ. આ સમજણ જેટલી જલદી જાગે તેટલું વ્યક્તિ, સમાજ અને માનવતાનું હિત વધારે. જૈન પર્યુષણાંક, શ્રાવણ ૨૦૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy