________________
૧૬૦ ]
દશન અને ચિંતન વિવિધ સ્વાગે પહેર્યા. આનું પરિણામ આખા ઈતિહાસકાળ દરમ્યાન એકંદર એ જ આવ્યું કે આપણે આવડે મોટો દેશ, આટલી બધી બાહ્ય સાધનસંપત્તિ ધરાવતાં છતાં અને બુદ્ધિવૈભવ તેમ જ ઉચ્ચ સંસ્કૃતિને વૈભવ ધરાવવા. છતાં, દિવસે ને દિવસે નબળો પડતો ગયે અને ગુલામી મનોવૃત્તિ ધરાવતો થઈ ગયો.
જો આપણે આખા ઈતિહાસકાળ દરમ્યાન દેખાતી દેશની નબળાઈ અને ગુલામી મનવૃત્તિના મૂળ કારણની શોધ કરીશું તે એ જણાયા વિના નહિ રહે કે એકંદર ભારતની પ્રજામાં સમષ્ટિહિત અને કલ્યાણની સાચી સમજણ અને ભાવનાને બદલે વૈયક્તિક હિત અને સ્વાર્થની વૃત્તિ જ પ્રધાનપણું ભગવતી રહી છે અને તેણે જ બધે સર્વનાશ નોતર્યો છે.
- લગભગ સો વર્ષ પહેલાં દાદાભાઈ નવરોજજીએ જે દૃષ્ટિ અને ભાવનાથી સ્વરાજ્યની દિશામાં હિલચાલ કરેલી અને ૧૯૦૬ની કલકત્તાની મહાસભાની બેઠકમાં છેવટના જે પરિપકવ ઉગારે કાઢેલા તે આ હતા : એક થાઓ, ખંતથી કામ કરે અને સ્વરાજ્ય મેળો. તેઓ કહે છે કે સ્વરાજ્ય
–લેકરાજ્ય મળશે તે જ દેશનું દુઃખદળદર, ગરીબી-બેકારી, રેગ આદિ જશે. જ્યારે એ તપસ્વીએ કરાજ્યને લીધે દુઃખદળદર આદિ જવાની વાત કહેલી ત્યારે તેમની દૃષ્ટિમાં લેકરાજ્ય વિષેની કલ્પના શી હતી અગર શી હોવી જોઈએ એ અત્યારે વિચારવું જોઈએ, કારણ કે, અત્યારે લેકરાજ્ય તે પ્રાપ્ત થયું, પણ ભલે કાંઈક જુદી જાતનાં છતાં દુઃખદળદર આદિ સંકટ વધ્યાં ન હોય તેય ઘટયાં તે નથી જ. એ જ અરસામાં લેકહિતવાદી ઉપનામથી લખતા એક મહારાષ્ટ્રીય બ્રાહ્મણ સરદાર કુટુંબના દષ્ટિસંપન્ન લેખકે બધી જાતના સુધારાઓની સ્પષ્ટ અને મક્કમ હિમાયત કરતાં સ્વદેશી વસ્તુએને વાપરવા એટલે સુધી કહેલું કે ભલે દેશી ચીજો મોંઘી અને ખરબચડી. હોય તેય સસ્તી અને સુંવાળી પરદેશી ચીજોને મોહ છોડી લેકેએ એ દેશી ચીજે જ વાપરવી જોઈએ, નહિ તો દેશમાંથી ગરીબી અને બેકારી નહિ જવાની અને મૂડીવાદની યૂડમાં સાધારણ જનતા સપડાવાની. ગણેશ વાસુદેવ જોશી, જે “સાર્વજનિક કાકા ને નામે જાણતા હતા, તેમણે તે તે જમાનામાં હાથે કાંતેલા સુતરની ખાદી પહેરીને પોતાનું સ્વરાજ્યકાર્ય શરૂ કરેલું, એટલું જ નહિ, પણ એ જ વેશમાં ૧૮૭૭ના દિલ્હી દરબાર વખતે ત્યાં દરબારમાં જઈ પિતાની કામગીરી બજાવેલી. આ બધું એ સૂચવે છે કે સ્વરાજ્ય અને લેકરાજ્યને સ્થાપવા ઈચ્છતા તે તે પુરુષોનાં મનમાં મુખ્યપણે એક જ વાત રમતી અને તે એ કે હવે જે ભારતવ્યાપી લકરાજ્ય સ્થાપવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org