________________
બહરિજને અને જેને
( ૧૮૨ તે મુદ્દામાંથી ઉપર સૂચવેલ બીજો પક્ષ ઊભો થયો છે. આ પક્ષ પ્રમાણે જેને સમાજ હિન્દુ સમાજનું અંગ તે છે જ, પણ તે ધર્મની દષ્ટિએ હિન્દુ ધર્મથી ભિન્ન છે. હવે આપણે આ મુદ્દાને તપાસીએ.
અંગ્રેજોને રાજ્યઅમલ શરૂ થયું ત્યાર પછી મનુષ્યગણનાની સગવડની દૃષ્ટિએ “હિંદુ ધર્મ ” શબ્દ વધારે પ્રચલિત અને રૂઢ થઈ ગયું છે. હિન્દુ સમાજમાં સમાતા બધા વર્ગો દ્વારા પળાતા એવા બધા જ ધર્મો હિન્દુ ધર્મની છત્રછાયામાં આવી જાય છે. ભારતમાં જન્મેલ, ઊછરેલ અને ભારતને જ માતૃભૂમિ માનેલ હેય એવા અને છતાં જેઓ પિતાનાં મૂળ ધર્મપુછો કે મૂળ તીર્થસ્થાનેને હિન્દુસ્તાનની બહાર માને છે તે બધાના ધર્મપથે, જેવા કે ઇસ્લામ, જરસ્તી અને ખ્રિસ્તી, યહૂદી વગેરેને બાદ કરતાં બાકીના બધા જ ધર્મ હિન્દુ ધર્મમાં આવી જાય છે, બૌદ્ધ ધર્મ, જેનો મુખ્ય અને મોટા ભાગ હિન્દુસ્તાનની બહાર જ છે તે, હિન્દુ ધર્મને એક ભાગ જ છે. ભલે એનો અનુયાયી મોટે વિશાળ સમાજ અનેક જુદા જુદા દૂરવતી દેશમાં પથરાયેલ હોય, છતાં ધર્મની દષ્ટિએ તે બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મની એક શાખા માત્ર છે. ખરી રીતે જૈન સમાજ તે આખેઆખે હિન્દુસ્તાનમાં જ પહેલેથી વસતા આવ્યા છે, અને અત્યારે પણ વસે છે; એટલે જૈન જેમ સમાજની દૃષ્ટિએ હિન્દુ સમાજની એક શાખા છે તેમ ધર્મની દૃષ્ટિએ પણ હિન્દુ ધર્મને એક અગત્યને પ્રાચીન ભાગ છે. જેઓ “હિન્દુ ધર્મ શબ્દથી માત્ર “વૈદિક ધર્મ ” એટલે અર્થ સમજે છે તેઓ નથી જાણતા જૈન સમાજ અને જૈન ધર્મને ઈતિહાસ કે નથી જાણતા હિન્દુ સમાજ કે હિન્દુ ધર્મનો ઈતિહાસ. પિતાના સગવડિયા ઉપરછલા જ્ઞાનમાત્રથી જૈન ધર્મને હિન્દુ ધર્મથી જુદો ગણાવવાનું સાહસ કરવું એ તે વિદ્વાનો અને વિદ્યાની હાંસી કરવા જેવું છે, અને ખરી રીતે કહીએ તે પિતાની જ હાંસી કરાવવા જેવું છે.
ભારતના કે વિદેશી સુપ્રસિદ્ધ વિદ્વાનોએ જ્યારે જ્યારે હિન્દુ ફિલસૂફી કે હિન્દુ ધર્મ વિષે લખ્યું છે ત્યારે ત્યારે તેમણે એ ફિલસૂફી અને એ ધર્મમાં વૈદિક, બૌદ્ધ અને જૈન તત્વજ્ઞાન કે ધર્મની બધી જ પરંપરાઓને લઈ વિચાર કર્યો છે. જેઓએ હિન્દુ સાહિત્યનો ઈતિહાસ લખે છે તેમણે પણ એ ઈતિહાસમાં જૈન સાહિત્યને હિન્દુ સાહિત્યની એક શાખા લેખે જ
સ્થાન આપ્યું છે. સર રાધાકૃષ્ણનની ઈન્ડિયન ફિલોસોફી કે દાસગુપ્તા આદિની તિવી જ ફિલોસેફને લઈએ અગર સાક્ષરવર્ય આચાર્ય આનંદશંકર બાપુભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org