SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] દર્શન અને ચિંતન હવે એ શબ્દો યુવક' અને ‘જૈન’. શબ્દ વિશે કહું. મેં નાની ઉંમરથી મહાવીરનું જીવન સાંભળેલું, અને પછી તે છેલ્લાં સાઠ વર્ષમાં એનુ અનેક રીતે પરિશીલન કર્યુ`. મુદ્દની જાણ થયા પછી તેમની જીવનકથા પણ અનેક દૃષ્ટિએ વાંચી–વિચારી. બીજાબીજા સ’તાનાં જીવન વિશે પણ બને તેટલું વાંચ્યું–વિચાર્યું. છેલ્લે છેલ્લે ગાંધીજીનું જીવન તા પ્રત્યક્ષ જ જોયું. આ બધા ઉપરથી મને લાગ્યું છે કે યુવકના સબંધ ઉંમર કે શારીરિક તાકાત સાથે નહિ, પણ માનસિક અને હાર્દિક પરિવર્તન કરવાની શક્તિ સાથે છે. જે કેવળ પ્રાચીન પુરુષોનાં ગુણગાન કરવાની મૂડી ઉપર જ મદાર બાંધે છે તે યુવા ન કહેવાય. જેને એવા ગુણા મેળવવાની પ્રત્યક્ષ તાલાવેલી લાગેલી હાય, જે એ માટે સતત પ્રયત્નશીલ હૈાય તે જ યુવક. જે પારકાના શ્રમને ઉપયેાગ કરવાની વૃત્તિથી મુક્ત હોય, જે શ્રમનું મૂલ્ય પિછાણતો હાય અને જે લાભ-લાલચની વૃત્તિ ઉપર વિજય મેળવી શકે તે જૈન. હું ઇચ્છું કે તમે બધા આ અર્થમાં જૈન યુવક હા, અને ન હેાતા એવા બને ! અનવાના પ્રયત્ન કરે!! * એક વખતે · વૈષ્ણવ જન ' નું ભજન ગવાતું હતું. ત્યારે કાઈ એ કહ્યું કે ત્યાં ‘ જૈન જન ’કરીએ તે ? એ ભજનમાંના બધાય ગુણા જૈનમાં પણુ હાવા જ ઘટે. એટલે એ ભજનમાં વર્ણવેલા ‘વૈષ્ણવ જન ” તે ‘· જૈન જન’ કહીએ તેા જરૂર કહી શકાય. પણ આજે સ્થિતિ જુદી બની ગઇ છે. ગુણને વિચાર જ જાણે ભુલાઈ ગયા છે. લઈ શકે કે જ્યારે વેપારી. આપણી કાઈ પણ વ્યક્તિ, સમાજ કે દેશ ગૌરવ ત્યારે જ એની શાખ હાય. જેની બજારમાં શાખ હાય તે જ ઉંમરલાયક કન્યા આપણે કાને સોંપીએ ? જેની શાખ હેાય તેને. પણ જેનેાની શાખ હવે રહી નથી. પહેલાં પૈસા વ્યાજે મૂકવા હોય તા જૈનની પેઢીને પહેલી પસંદગી મળતી. સાક્ષી આપવામાં પણ જૈન જા હું ખેલે નહિ, એવી એની આબરૂ. પણ આજે બધુ અવળુ થઈ ગયું છે. કાળાબજારનું ભૂત પણુ જૈનાને વળગી ગયું છે, એટલે જેનાએ પોતાની શાખ ગુમાવી દીધી છે. અને શાખ જો ગુમાવી દીધી તો પછી મંદિરમાં જાવ કે ન જાવ, સ્થાનકમાં જાવ કે ન જાવ એ બધું નકામું છે. મૂળ વાત તેા શાખ હાવી તેજ છે, બાકી કાઈને વગર શાખે ‘જૈન' કહેવાવું હાય તે તેમને મારે કઈ કહેવું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy